________________
૧૪૪
ધાર્મિક વહીવટ વિચાર હજારો ગામડાંની તરસ છિપાવે. પણ જો તે ઘોડાપૂર બને તો ?
માપસરનો નખ સારો, પણ જો તે વધુ પડતો મોટો થઈ જાય તો તેમાં મેલ ભરાય, ઠેસ લાગતાં કાચો નખ ઊખડી જાય તો સેપ્ટિક થઈ જાય.
વધુ ધનના લાભમાં એક જ લાભ છે, અહંકારનું પોષણ; જ્યારે તેના ગેરલાભો બેસુમાર છે.
આથી તે ગેરલાભોનો ભોગ નહિ બનવા માટે નીતિથી જ ધનકમાણીનો આગ્રહ રાખવો જોઈએ. એના રોટલા ને છાશ સારા, પણ ઓલાં ગુલાબજાબું ખોટાં.
અનીતિનું ધન ઘરમાં આવ્યા બાદ ગૃહકલેશ થયા વિના રહેતો નથી. બુદ્ધિભ્રંશ પણ અચૂક થાય છે. - ધન કરતાં વધુ કમતી સદાચારોનું પાલન છે, પરસ્પરનો સ્નેહભાવ છે, એકબીજાની હૂંફ છે. આ બધું માફકસરની ધનકમાણીમાં જ
શકય છે.
એક વાર ધનલાલસા જાગ્યા બાદ તે ક્યાંય અટકતી નથી. આથી જ્ઞાનીઓએ ઇચ્છાને આકાશ જેવી અનંત કહી છે. જેમ ધનનો લાભપુણ્યોદયે-વધુ થાય તેમ તેનો લોભ વધતો જ જાય. આ ચક્કરમાં જીવ વધુમાં વધુ ખરાબ થયા વિના ન રહે. તેની દુર્ગતિ નિશ્ચિત થાય. એટલે જ ઈસુએ કહ્યું છે કે હજી સોયના, કાંણામાંથી ઊંટ પસાર થઈ જશે પરન્તુ ધનવાન (ધનાસક્ત) માણસ સ્વર્ગે નહિ જઈ શકે.
તુલસીદાસે કહ્યું છે, અરબ ખરબ કો ધન મિલે, ઉદય અસ્ત કો રાજ, તુલસી ! હરિભજન બિના, સભી નરક કે સાજ.
નીતિથી ધન કમાઈને માણસે પોતાની આજીવિકા સારી રીતે ચલાવવી જોઈએ. હા, તેણે સાવ ભિખારીનું જીવન ન જીવતાં થોડુંક વ્યવસ્થિત જીવન જિવાય તેટલું તો નીતિથી કમાવવું જોઈએ. ' હવે દાનાદિ ધર્મ કરવા માટે તે અનીતિ કરીને વધુ કમાય બરોબર નથી.
પુણીઆએ વધુ કમાણી કર્યા વિના સાધર્મિક-ભક્તિનો ધર્મ ચાલુ કર્યો હતો.