________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૪૫
આજે તો બેફામપણે “અનીતિ’ ચાલે છે. બેફામ પૈસો કમાવાય છે, અને તે પૈસાથી મોટાં જિનમંદિરો, ઉપાશ્રયો, તપોવનો વગેરે ઊભાં કરાય છે. હા. એવા હલકા ધનની અસર તે સ્થાનોને જરૂર મળે. તેનો પ્રભાવ અવશ્ય પડે. પણ હાલમાં તો કોઈ બીજો યોગ્ય રસ્તો જણાતો નથી.
અનેક દૃષ્ટાન્તો દ્વારા જ્ઞાનીઓએ નીતિના ધનનો મહિમા ગાયો છે.
કાશ ! આજે તો ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બન્યો છે. સર્વત્ર અનીતિની હવા પ્રસરી ગઈ છે.
ગૃહસ્થોની અનીતિ જુદી છે; સંસારત્યાગીઓની અનીતિ જુદી છે. ગૃહસ્થો ચોરી, છેતરપિંડી, ભેળસેળ વગેરે માલમાં કરે તે અનીતિ કહેવાય.
સાધુ ભિક્ષા પામતાં, તે અંગેના ૪૨ દોષોનું સેવન કરે તે તેની અનીતિ કહેવાય. તેને ગૃહસ્થની અનીતિ સાથે કશી લેવાદેવા હોય નહિ.
સવાલ : [૧૩૯] સાધારણ ખાતું અને શુભ(સર્વસાધારણ) ખાતામાં શું ફરક છે ?
જવાબ : પૂર્વે જણાવ્યું છે તેમ જિનપ્રતિમાદિ સાત ક્ષેત્રોનું સાધારણખાનું કહેવાય; જ્યારે તે સાત સહિત પૌષધશાળા વગેરે બીજાં સાત કુલ ચૌદ (અને તેના જેવા બીજા પણ ધાર્મિક) ક્ષેત્રોનું શુભ (સર્વસાધારણ) ખાતું કહેવાય.
શક્ય હોય તો કોઈ પણ રકમ મુખ્યત્વે શુભ (સર્વસાધારણ) ખાતે જમા કરવી સારી. કેટલાકોના મનમાં આ જ વાત હોવા છતાં તેઓ “સાધારણ ખાતું” નામ આપે છે. હવેથી તેમણે શુભ (સર્વસાધારણ) ખાતું એ નામને વિશેષ ધ્યાનમાં લેવું જોઈએ. આ બન્ને ખાતાનું બીજું નામ ધાર્મિકદ્રવ્ય ખાતું કહી શકાય. આ રકમ લગ્નાદિનાં સામાજિક, સ્કૂલકૉલેજ વગેરેનાં શૈક્ષણિક, કે આરોગ્ય વગેરેનાં દવાખાના -હૉસ્પિટલનાં શારીરિક ક્ષેત્રોમાં વાપરી શકાય નહિ. દેડકાની કતલ દ્વારા આજની સ્કૂલો વગેરે, ગર્ભપાત દ્વારા હોસ્પિટલો વગેરે, આર્યમહાપ્રજાની જીવાદોરી સમી અહિંસાપ્રધાન ધર્મસંસ્કૃતિનાં ધ્વસંક છે. છતાં જિનશાસનની સંભવિત હીલના જણાતી હોય તો તેના નિવારણ માટે કે તેની શક્ય પ્રભાવના