________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી પદ્રવ્ય ખર્ચવાની શક્તિ નથી અથવા શક્તિ છતાં સ્વદ્રવ્ય ખર્ચવાની ભાવના જ નથી. બન્ને પક્ષના આચાર્યો સ્વદ્રવ્ય જિનપૂજાદિ ગૃહસ્થો કરે તે વાતને અગ્રિમતા આપે છે, તેવી જ પ્રરૂપણા પણ કરે છે.
તફાવત એટલો પડે છે કે કલ્પિત-દેવદ્રવ્ય ખાતે સ્વપ્નાદિકની બોલીની રકમોને જમા કરવાનું સંમેલનીય ગીતાર્થ આચાર્યોએ સંમેલનમાં કરેલી કલાકો સુધીની વિચારણાના અને જણાવ્યું છે.
કેટલાક જ આચાર્યોએ દેવદ્રવ્યના ત્રણ પેટા ખાતાની વાતને પ્રાધાન્ય આપ્યું નથી. માત્ર એક દેવદ્રવ્ય ખાતું રાખ્યું છે એટલે તેઓ સ્વપ્નાદિકની બોલીની રકમો દેવદ્રવ્ય ખાતે જમા લેવાનું કહે છે.
સંમેલનીય આચાર્યો પણ દેવદ્રવ્ય ખાતે જ તે રકમોને જમા લેવાનું કહે છે પરન્તુ દેવદ્રવ્યમાં કલ્પિત-દેવદ્રવ્ય ખાતે જમા લેવાનું કહીને તે જ પેટા-ખાતામાંથી જરૂર પડે ત્યારે પૂજારીને પગારાદિ આપવાનું youà .W.VUapradhan.com
આમાં સંમેલન વિરોધી આચાર્યોને જ એક મુશ્કેલી આવે છે કે તેઓ દેવદ્રવ્યનું એક જ ખાતું રાખવાનું કહે તો પૂજારીને પગારાદિ આપવાની
જ્યારે ફરજ પડે ત્યારે દેવદ્રવ્ય-સામાન્યમાંથી (એટલે કે પૂજા દેવદ્રવ્ય અને નિર્માલ્ય દેવદ્રવ્યની રકમમાંથી) પણ પૂજારીને પગારાદિ આપવામાં સંમતિ આપવી પડે, જે શાસ્ત્રબાધિત વાત છે.
શું તેઓ આ વાત વિચારશે ખરા ?
જ્યારે બે આ પક્ષની માન્યતા વચ્ચે એવો કોઈ તાત્ત્વિક ફરક રહેતો નથી ત્યારે સંમેલનના ઠરાવને કારણે સ્વદ્રવ્યથી જિનપૂજા બંધ થઈ જવાની શંકા શી રીતે પ્રામાણિક ગણી શકાય ?
સંમેલન પછી અનેક ઠેકાણે પરમાત્માની પૂજા સ્વદ્રવ્યથી અથવા * સાધારણ-દ્રવ્યથી કરવા માટેનાં મોટાં ફંડો થયાં છે. સંમેલને પણ શક્તિ
સંપન્ન શ્રાવકોને ભાવના-સંપન્ન બની સ્વદ્રવ્યથી પૂજા કરવા માટે ભલામણ કરી છે, વળી મહાત્માઓ પણ એ અંગેનાં ઉપદેશ આપીને અનેક ભવ્યાત્માઓને સ્વદ્રવ્યથી પૂજા કરાવતા રહે છે પરંતુ અવસર મુજબ કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજાદિ કરવા માટેની વ્યવસ્થા કરવાનું સંઘને સૂચન કરેલ છે.