________________
દ
ધાર્મિક વહીવટ વિચાર શુદ્ધ છે. ફકત પગાર પેટે પૂજા દેવદ્રવ્ય વાપરવું રાજમાર્ગે ઉચિત જણાતું નથી.
સવાલ : [૬૨] કોઈ ભાઈ પ્રતિષ્ઠાનો ચઢાવો બોલ્યા બાદ તે રકમ કયાંક જીણોદ્ધારમાં વાપરી દે પણ સંઘમાં જમા ન કરાવે તો કોઈ વાંધો ખરો ? ઉપરની વાતથી તો બેંકના પાપથી બચાય અને તરત રકમનો ઉપયોગ થઈ જાય તે મોટો લાભ નથી ?
જવાબ : સો ટકા વાંધો.
જે સંઘના ઉપક્રમે જે ચડાવા બોલાયા હોય તે સંઘમાં જ તે ચડાવાની રકમ જમા કરાવવી એ જ જાય છે. જો આ વ્યવસ્થાનો ભંગ કરાશે તો ચડાવાની રકમ જે ભાઈ બોલ્યા તેણે બીજે પણ કયાંક ભરાવી કે નહિ ? તેની ખબર જ નહિ પડે. એ રકમના દાતાની ઇચ્છા હોય કે અમુક જગાએ તે રકમ ફાળવાય તો તેણે સંઘમાં તે રકમ જમા કરાવ્યા બાદ સંઘને વિનંતિ કરવી જોઈએ કે તે રકમ અમુક જગાએ મોકલાય.
એક વાત ખરી કે જો સંઘનો વહીવટ ભ્રષ્ટ હોય : અશાસ્ત્રીય હોય તો તે સંઘ ઉપર જાહેર -પત્ર આ અંગે લખીને, સકળ સંઘમાં તે પત્ર છપાવીને ફેરવીને-બાદ-પોતાની જાતે શાસ્ત્રનીતિ પ્રમાણે પોતાની રકમ અન્યત્ર કેટલાક શિષ્ટ પુરુષોની સાક્ષીએ જલદી વાપરવી તથા તેની સંઘને જાણ કરવી.
હવે રહી બેંકમાં જમા થવાની વાત.
મેં અન્યત્ર કહ્યું છે કે આપણી રકમ બેંકમાં તો જમા ન જ જાય તે સારું.
સવાલ : [૬૩] સંમેલનના દેવદ્રવ્યના ઠરાવથી સ્વદ્રવ્યથી જિનપૂજા ગૌણ બની જતી દેખાય છે તેનું શું ?
જવાબ : આ શંકા એકદમ નિરાધાર છે : કોઈ પૂર્વગ્રહ પ્રેરિત છે. સંમેલને દેવદ્રવ્યના શાસ્ત્રોકત ત્રણ પેટાભેદ પ્રગટ કર્યા છે. તેમાં ત્રીજા કલ્પિત-દેવદ્રવ્ય તે પેટા-ખાતાને કહ્યું છે જેને આ ઠરાવના વિરોધીઓએ “જિન-ભક્તિ સાધારણ” એવું નામ આપેલું છે. એ જિનભક્તિ-સાધારણમાંથી પૂજા માટે કેસર વગેરે લાવવાની, પૂજારીને પગાર આપવા વગેરેની જે વ્યવસ્થા તેમણે કરી છે તે જ વ્યવસ્થા કલ્પિત-દેવદ્રવ્યમાંથી કરવાનું જણાવાયું છે. બન્ને પક્ષો આ વ્યવસ્થા તે સ્થળોમાં કરવા જણાવે છે જ્યાં ભાવુકોની