________________
૧૩૮
ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૧૩૦] જો ગોબર ગેસ પ્લાન્ટ વ્યાપકપણે અમલમાં આવે તો પાંજરાપોળ આદિ તમામ ક્ષેત્રોમાં લાકડાના બળતણ વગેરેનો ખર્ચ ઘટી જાય નહિ ?
જવાબ : ખર્ચ ઘટવાની વાત ગૌણ છે. એની સામે-વિરુદ્ધમાં-એમ પણ કોઈ કહેશે કે આ ગેસ પ્લાન્ટમાં સૂક્ષ્મ જીવોની હિંસા ઘણી થાય છે માટે તે બરોબર નથી. (જો કે આવી વિરાધના નથી થતી એમ આવા ગેસ-પ્લાન્ટના પ્રચારકો અસંદિગ્ધ ભાષામાં કહે છે. અથવા કોઈ કહે છે કે, ખુલ્લામાં પડી રહેતા ગોબરમાં જે જીવોત્પત્તિ થાય છે, તેની ઘોર વિરાધનાની સામે ગેસ-પ્લાન્ટની વિરાધના ખૂબ મામૂલી છે.)
સમાજ હિતચિંતકો જણાવે છે કે જેમ જેમ ગાય, ઘેટાં, બકરાં વગેરે અનેક પ્રકારનાં પ્રાણીઓ બિન-ઉપયોગી થવાનાં, તેમ તે તમામ સરળતાથી કતલખાના ભેગાં થવાનાં. તેમ કરતી સરકારને કોઈ રોકી શકશે નહિ. પણ જો આ જીવોને “ઉપયોગી’ બનાવી દેવાય તો તેમની હિંસા આપમેળે બંધ પડે. એટલું જ નહિ પણ તેમની સારસંભાળ ખૂબ વધી જાય. જીવરક્ષાનો જયજયકાર થઈ જાય.
ગોબર ગેસ-પ્લાન્ટ જો જયણાપૂર્વક સફળ થાય તો પ્રાણીમાત્રની ઉપયોગિતા વધી જાય. ગાય-નબળી, માંદી કે રોગિષ્ટ તમામ-ગોબર તો આપે જ આપે. (દૂધ તો ન પણ આપે.) ઘેટાં, બકરાં, ભૂંડ, હરણ વગેરે, પંખીઓ વગેરે તમામ છાણ, લીંડી, ચરક, મૂતર વગેરે રાત ને દિ આપ્યાં જ કરે. આ બધું ગોબર-પ્લાન્ટ માટે તો મિષ્ટાન્ન જેવું બની જાય. એમ થતાં તમામ પ્રાણીગણને અભયવચન મળી જાય.
હાલ ચીનમાં પશુઓનું મૂતર ચિક્કાર કમાણી કરી આપતું સાબિત થયું છે. સાંભળ્યું છે કે આકોલા જિલ્લાના શેગામની અંદર એક ઢોર એક વર્ષમાં જે છાણ-મૂતર દે છે તેની આવક અઢાર હજાર રૂ.ની થાય છે. હજી આમાં સંશોધન થઈ રહ્યું છે. જો આ રીતે તમામ પ્રાણીઓનાં છાણ-મૂતર અઢળક કમાણી કરાવતાં બને તો ધનપાગલ પ્રજા તેમને મારવાને બદલે તેમને જિવાડવા લાગી જાય.
જો વનસ્પતિની ઉપયોગિતા સાબિત થાય તો એક પણ પાંદડું તોડવું એ સજાપાત્ર બની જાય.
હા, હવે એ દિવસો આવી રહ્યા છે જેમાં પ્રદૂષણોથી ધરતીનો