________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૩૭ ‘આવું કાંઈક પાંજરાપોળોના કાર્યકરોએ વિચારવું પડશે. સદા માટે પૈસા માંગવાથી પાંજરાપોળો ચાલશે નહિ. અને છતાં જો તે ચલાવશે તો તે મરતી ચાલશે. તેનાં ઢોરો પણ મરવાના વાંકે જીવતાં રહેશે. છેલ્લે ભૂખમરાથી મરશે. આવી રીતે પાંજરાપોળ ચલાવાયા નહિ.”
ખેતી, વાડી, બીડ અંગેની પ્રાચીન પદ્ધતિઓ અને નવા દેશ-કાળની અનુકૂળતાઓનું (આર્યનીતિનું) સંમિશ્રણ કરવું પડશે. પાણીની સવલત ઊભી થાય તો પછી કશું અશક્ય નથી.
વળી ‘બેંકોમાં ફિકસ-ડિપોઝિટનું જે વ્યાજ મળે (સવા ટકો) તે કરતાં તો તે રકમની જમીન લઈને તેમાં બુદ્ધિપૂર્વકનું આયોજન કરવાથી ઘણું વધુ વળતર છૂટે.’ એવું તેના જાણકારો કહે છે. બાકી સરકારી સબસીડી મળી જાય તે જુદી વાત છે. પરંતુ તેના ભરોસે પાંજરાપોળોને લટકતી રખાય નહિ. તે લાંબું ચાલે નહિ.
/ પ્રાણીઓની રક્ષા કરવી તે સરકારની ફરજ છે. સબસીડી દઈને તે કોઈ ઉપકાર કરતી નથી. કાશ ! સરકારને ગૌશાળામાં-તેની તગડી ગાયોમાં-રસ છે. મરવા પડેલાં કે નબળાં ઢોરોને તો કતલખાનાં ભેગા કરવામાં જ તેનો રસ છે. આ તો પ્રજા ઉશ્કેરાઈ ન જાય એટલે જ સબસીડી દઈને નબળાં ઢોરોની રક્ષાનો દેખાવ કરે છે. બાકી પાંજરાપોળોને જિવાડવામાં ભીતરમાં તેને કોઈ જ રસ નથી. - હવે તો ગૌશાળામાં ય કતલને જ ફાવટ લાવવાની તરકીબો ચાલી છે. સ્વદેશીને બદલે વધુ દૂધ દેતી (થોડોક જ સમય માટે) વિદેશી-જર્સી, હોસ્ટીન વગેરે-ગાયોના પાલનની સહુ પસંદગી કરે છે. જ્યાં ધંધો આવ્યો, પૈસા કમાવવાની વાત આવી ત્યાં જીવદયાદિના ધર્મ કે સંસ્કૃતિને ટકાવવાની વાતનો ખાત્મો બોલાઈ જતો હોય છે. વિદેશી ગાયો જલદી કતલમાં જાય એટલે સરકારને પણ તેમાં રસ છે.
પૂર્વે તો દૂધ વેચવું એ પૂત (પુત્ર) વેચવા સમાન પાપ ગણાતું આજે તો બે ય વેચાવા લાગ્યાં છે. પૈસા પાછળ પ્રજા પાગલ બની છે. પુણ્ય-પાપના ભેદ ભૂંસાયા છે. પૈસા કમાવો તે જ (કોઈ પણ રસ્તે) પુણ્ય, પૈસા ખોઈ નાંખો તે જ પાપ ! આવી વ્યાખ્યા ચાલી પડી છે.
એક કવિએ સાચું કહ્યું છે : ‘દોઢીઆ ખાતર દોડતા જીવો..............જુઓ ને જીવતાં પ્રેત.”