________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી નીચે અખિલ ભારતીય ધોરણે જિનાલયોના જીર્ણોદ્ધારનું કાર્ય હાથમાં લેવાય તો ચોક્કસ તે સસ્તું પડે અને સરસ પણ થાય. આજે તો ઘણી મોટી દેવદ્રવ્યની રકમ શિલ્પ અને પત્થર સંબંધિત જાણકારીના અભાવમાં વેડફાઈ રહી છે. કયાંક તો લૂંટ ચલાવવા જેવી સ્થિતિ જોવા મળે છે.
જ્યાં સુધી આવી દુ:ખદ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થવાનું શક્ય ન બને ત્યાં સુધી શિખરબંધી દેરાસરજીને બદલે આર.સી.સી.નાં મકાનો સ્વરૂપ દેરાસરો બનાવી આ ખર્ચ ઘટાડવો જોઈએ. આથી દેવદ્રવ્યનો દુર્થય અટકશે. આમાં ગભારો શિલ્પના નિયમ મુજબ આરસનો કે પાષાણનો ઉપર શિખર સાથે કરાવી શકાય.
સવાલ : [૫૮] જિનપ્રતિમાની રકમ જીર્ણોદ્ધાર ખાતે વપરાય તો ઉપરની ખાતાની રકમ નીચેના ખાતામાં વાપરવાનો દોષ ન લાગે ?
જવાબ : સાત ક્ષેત્રોમાં જે જિનપ્રતિમા અને જિનાલય એવાં પ્રથમનાં બે ખાતાં છે તેમનું એકીકરણ કર્યાની જેમ હાલ વ્યવસ્થા જોવા મળે છે. આનું રહસ્ય જાણવા જેવું છે-જિનપ્રતિમા અને જિનાલય એ સવ્યય કરવાનાં ક્ષેત્ર છે, નહીં કે ધન ભેગું કરવાનાં. જ્યારે દેવદ્રવ્ય એક એવું ખાતું છે જેમાં ઉપરોકત બન્ને ક્ષેત્રમાં અર્પણ કરાયેલ દ્રવ્યનો તે બન્નેમાં યથાયોગ્ય ઉપયોગ માટે સંચય કરવામાં આવે છે. આથી જ જિનપ્રતિમાના ક્ષેત્રમાં અર્પિત દ્રવ્ય કે રકમ જીણોદ્ધારમાં વપરાઈ રહી છે.
આવુ સાધુ-સાધ્વીનાં બે ખાતાનું અને શ્રાવક-શ્રાવિકાનું બે ખાતાનું એકીકરણ સમજવામાં આવે છે. ટૂંકમાં સવ્યય કરવાનાં ક્ષેત્રો સાત છે પણ દ્રવ્યસંચય માટે ખાતાં ચાર છે, તેથી સુવિદિત ગીતાર્થ મહાત્માઓએ આ બાબતનો વિરોધ કરેલો જોવા મળતો નથી. એટલે તમે જણાવેલો ઉપરના ખાતાની રકમનો નીચેના ખાતે વાપરવાના જનરલ નિયમનો દોષ લાગે નહિ.
સવાલ :[૫૯] દેવદ્રવ્યની રકમ જીર્ણોદ્ધારમાં જ વાપરવી યોગ્ય નથી લાગતી ? જૈનોની વસતિ વગરના હાઈવે રોડ ઉપર થતાં તીર્થોમાં દેવદ્રવ્યની રકમ વાપરવી એ શું દેવદ્રવ્યનો ગેરઉપયોગ નથી થતો. હાઈવે ઉપરનાં તીર્થો શું સમાજ ઉપર બોજો નથી વધારતાં ?