________________
૯૨
ધાર્મિક વહીવટ વિચાર તિથિ વગેરેની “કાયમી” યોજનાઓ ન કરતાં દરેક વર્ષ પૂરતી જ કરવી તેથી તરત તે રકમો પણ વપરાઈ જાય.
દેવદ્રવ્યની અને જીવદયાની રકમ તો તરત વાપરી નાંખવી જોઈએ. છેવટે જ્યાં જીર્ણોદ્ધારાદિ ચાલતાં હોય ત્યાં લોનરૂપે પણ દેવદ્રવ્યની રકમ આપી દેવી જોઈએ. પ્રતિષ્ઠા વખતે સામાન્યતઃ મોટી આવક થતાં તે લોન પરત થવાની જ છે. ફરી કયાંક લોન આપવી. પોતાના જ દેરાસરમાં જરૂર હોય તો તેમાં વાપરી દેવી.
જીવદયાની રકમ જેટલી મોડી તે ખાતે વપરાય તેટલું તે જીવોને અભયદાનાદિ દેવામાં અંતરાય થવાનું મોટું પાપ ટ્રસ્ટીઓને લાગે. માટે આ રકમ પણ તરત વાપરવી જોઈએ.
- જે રકમના વ્યાજ ઉપર જ જે તે વહીવટ નભતો હોય તે સંસ્થાઓને કોર્પસ ફંડ કરવું જ પડે છે. આ રકમ સરકાર-માન્ય સ્થળે જ મૂકવી પડે છે એટલે હિંસાનો મહાદોષ તેમને માથે ચોંટે છે. આમાંથી બચવા માટે તે સંસ્થાએ પોતાના ઉદેશને અનુકૂળ બનીને જે તે નગરોમાં મકાન કરીને તેમાં “ઓફિસ” ખોલવી પડે. બાકીનું મકાન બેંક જેવાને ભાડે દઈને તેના મળતા મસમોટા હતા અને નિયમિત ભાડામાંથી પોતાનો વહીવટ ખર્ચ કાઢવો રહ્યો. આમાં દોષનું પ્રમાણ ખાસ્સે ઘટે ખરું ?
ખરેખર તો જૈન ગૃહસ્થોએ જૈન-બેંકો જેવો કાંઈક વિચાર કરવો જોઈએ. સાંગલીમાં “પાર્શ્વનાથ બેંક” ખૂબ સફળ થઈ છે. તેમાં દેવદ્રવ્યાદિની તમામ ૨કમાં મૂકવાની મહારાષ્ટ્ર ગવનમેન્ટની સંમતિ (સલામતીની ખાતરી સરકાર ન આપે) મળેલી છે. જો બેંકના ડાયરેકટરો એકદમ ચોખાપ્રામાણિક માણસો હોય તો તેનો ફડચામાં જવાનો ભય ઊભો થતો નથી. આવી જૈન-બેંકો હિંસક કાર્યોમાં રકમ ન જ રોકે, એ સમજાય તેવી વાત છે.
સવાલ : [૫૭] અખિલ ભારતીય ધોરણે જિર્ણોદ્ધારનું કાર્ય કરવામાં આવે તો સસ્તુ અને વ્યવસ્થિત થઈ શકે નહિ ? દેવદ્રવ્યમાં કેટલા બધા રૂપિયાનો બચાવ થઈ શકે ?
જવાબ : આ વાત સાચી છે. વિચારણીય છે. જો આણંદજી કલ્યાણજી પેઢી જેવી સંસ્થા સારા શિલ્પીઓનું મંડળ ઊભું કરે અને તેના હાથ