________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૯૧
જ વપરાય અને કલ્પિત-દેવદ્રવ્ય પૂજા ઉપરાંત જિર્ણોદ્ધાર આદિમાં પણ વાપરી શકાય.
સવાલ : [૫૫] દિગંબર કે સનાતની લોકોએ જૈન દેરાસરનો કબજો લઈ લીધો હોય તો તે દેરાસરને પાછું મેળવીને જીર્ણોદ્ધારની રકમથી તેનો જીર્ણોદ્ધાર કરી શકાય ?
જવાબ : અન્ય તીર્થિકોના કબજામાં ગયેલું દેરાસર-પ્રતિમાજી કે તીર્થ પ્રયત્ન કરવાથી પાછું મળવાની શક્યતા હોય તો અવશ્ય પ્રયત્ન કરવા અને પાછું મળે તો સમારકામ વગેરે જરૂરી બધું કરીને અઢાર અભિષેકાદિ વિધાનો દ્વારા શુદ્ધિ કરી પૂર્વવત્ તેની પૂજાદિ ચાલુ કરી શકાય. પ્રાયઃ નાગેશ્વર તીર્થનું પણ હાલ આ રીતે પુનરુત્થાન કરવામાં આવેલ છે. અને હજારો યાત્રાળુઓ તેની યાત્રા કરી ભક્તિનો લાભ લઈ રહ્યા છે. જો મૂર્તિ કે મંદિરને અન્ય લોકોએ સંપૂર્ણપણે કબજે કરી
લીધાં હોય તેમની જ વિષ્ઠિત બાપા કરતા કણ અને તમ મળવાની
કે તીર્થ વગેરે પાછાં ન મળે, સંઘના કબજામાં ન આવે ત્યાં સુધી તેના પ્રત્યે ઉપેક્ષા કરવી. આપણાથી ત્યાં જઈ તેમની વિધિથી કે આપણી વિધિથી
પણ દર્શન-પૂજાદિ થઈ શકે નહીં. તિરૂપતિ વગેરે માટે આ વાત સમજી
લેવી.
સવાલ : [૫૬] માત્ર મોહથી દેવદ્રવ્યના રૂપિયા બેંકમાં રાખી મૂકે તો તે ટ્રસ્ટીઓ કેવા દોષના ભાગીદાર બને ? ટ્રસ્ટીઓએ કેટલા ટકા રૂપિયા પોતાની પાસે ટ્રસ્ટમાં રાખી બાકીની રકમ તમામ જિર્ણોદ્ધારમાં આપી દેવી જોઈએ ?
જવાબ : જિનમંદિરાદિનાં ટ્રસ્ટો ફરજિયાતપણે સરકારમાં રજિસ્ટર કરાવવાં પડે છે, એ કમનસીબી છે. આવાં રજિસ્ટર્ડ ટ્રસ્ટોની રકમ સરકારમાન્ય બેંકોમાં કે ઇન્ડસ્ટ્રીઓ વગેરેમાં જ વ્યાજે મૂકી શકાય છે. આ બેંકો તથા ઇન્ડસ્ટ્રીઓની રકમ પ્રાયઃ મહારંભમાં-મહાહિંસામાં જ વપરાય છે. દેવદ્રવ્યની રકમ આવાં સ્થળે મુકાય જ નહિ, એટલે સારામાં સારી વાત એ જ છે કે જે તે બધી રકમ દેરાસર વગેરે શાસ્ત્રમાન્ય સ્થળોમાં તરત વાપરી જ નાંખવી.