________________
૯૦
ધાર્મિક વહીવટ વિચાર જોઈએ. આ પુસ્તકમાં આ અંગે ઘણી વાતો કરી છે, જેનો નિષ્કર્ષ એ છે કે આ બોલીની રકમો કલ્પિત-દેવદ્રવ્ય નામના દેવદ્રવ્ય ખાતે જમા થાય. જરૂરિયાત પડે તો તેનો ઉપયોગ દેરાસરજી અંગેના વહીવટીખર્ચમાં કરી શકાય. બને ત્યાં સુધી શ્રાવકોએ જ સ્વદ્રવ્ય વાપરવું જોઈએ જેથી તેમની ધનમૂચ્છ દૂર થવાનો લાભ પણ તેમને મળે. પણ જો તેવી શકયતા ન હોય તો શ્રી સંઘે કરેલી વ્યવસ્થાનુસાર કલ્પિત-દેવદ્રવ્યમાંથી અથવા પૂજા દેવદ્રવ્યમાંથી ઉપર જણાવ્યા મુજબ ઉપયોગ કરી શકાય.
જેઓ હાલ વિદ્યમાન નથી તેવા નજીકના જ સમયમાં થએલા મહાગીતાર્થ ધુરંધર આચાર્યો-સ્વ. પૂજ્યપાદ આ દેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મ.સા. તથા અમારા પરમોપકારી ગુરુદેવ સ્વ. પૂજયપાદ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા સ્વ. પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્ રવિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. (સ્વ. પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન) વગેરેએ આ વાતને સમર્થન આપ્યું છે. (જુઓ પરિશિષ્ટ) એટલું જ નહિ પરન્તુ વિ.સ. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં થએલ સંમેલનમાં ઘણા બધા ગીતાર્થ આચાર્યોએ સર્વાનુમતે આ વાતનું સમર્થન કર્યું છે. આમ છતાં “વિવાદ” ઊભો કરાયો છે. તેમાં ભવિતવ્યતા સિવાય કોને દોષ દેવો ?
સવાલ :[૫૪] કેટલાકો સંઘના દેરાસરમાં જિનભક્તિ સાધારણ (દેવકું સાધારણ)નો ભંડાર મુકાવે છે અને સ્વદ્રવ્યથી જ પૂજાનો આગ્રહ રાખે છે તે કેટલું ઉચિત ગણાય ? “જિનભક્તિ-સાધારણ” અને “કલ્પિત દેવદ્રવ્ય” નો ફરક જણાવો..
જવાબ : વાત સાચી છે. એક બાજુ “જિનભક્તિ સાધારણ”માં જે રકમ ભેગી કરે છે તેનાથી જે લોકો પ્રભુપૂજાદિ કરે છે તે નિશ્ચિતપણે તેમના માટે પરદ્રવ્ય છે. અથવા આગળ વધીને એમ પણ કહી શકાય કે તે રકમનું દાન કરનાર વ્યક્તિ પ્રભુપૂજામાં એ રકમ વાપરવાના સંકલ્પ સાથે કરે છે. માટે તે રકમ કલ્પિત દેવદ્રવ્ય જ બની ગઈ. હવે આ પરદ્રવ્યથી કે આ દેવદ્રવ્યથી બીજી વ્યક્તિ (બહારગામથી આવેલી.....શ્રીમંત કે ગરીબ! શક્ત કે અશક્ત) શી રીતે પ્રભુપૂજાદિ કરી શકે ? તેણે તો સ્વદ્રવ્યથી જ પૂજા કરવાનો તે પક્ષનો આગ્રહ છે !
અમારા મતે જિનભક્તિ-સાધારણ, દેવકુ સાધારણ જિન પૂજામાં