________________
૮૯
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
જે મૂર્તિ બની છે તેની અંજનશલાકા વિધિ, વિશિષ્ટ કોટિના સુવિશુદ્ધ સંયમધારી પદસ્થ ભગવંતો પાસે કરાવાય. તે વિધિ થતાં જ તે મૂર્તિ ભગવાન” બને. શિલ્પી મૂર્તિ બનાવે. મહાત્મા ભગવાન બનાવે.
આ રીતે “ભગવાન” સ્વરૂપ બનેલ મૂર્તિ દેરાસરમાં અમુક સ્થાને જે વેદિકા ઉપર ગાદીનશીન ગોઠવાય તે પ્રતિષ્ઠા કહેવાય.
પાષાણની મૂર્તિની પ્રતિષ્ઠામાં સીમેન્ટથી તે સ્થાને તેને “ફિટ” કરાય છે. પછી તે ખસેડી શકાતી નથી માટે તેને ‘સ્થિર પ્રતિષ્ઠા' કહેવાય છે. (કારણવશાત પરોણાગત ભગવાન તરીકે પણ સીમેન્ટ લગાડીને સ્થિર કરી શકાય.) જ્યારે ઘરદેરાસરોમાં ૧૧ ઇંચ સુધીની પંચધાતુ વગેરેની મૂર્તિ જ બેસાડાય છે. જેને “ફિટ” કરાતી નથી. તેને “ચલ-પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. ગૃહસ્થને ઘર બંધ કરીને થોડા દિવસ માટે બહારગામ જવું હોય ત્યારે તે મૂર્તિને સંઘના દેરાસરમાં તે પધરાવી શકે, પાછી ઘરે લાવી શકે તે માટે મૂર્તિની ‘સ્થિર પ્રતિષ્ઠા’ થાય નહિ.
જેણે ભગવાન(મૃતિ) ભરાવવાનો લાભ લીધો હોય તેનું નામ મૂર્તિની પલાંઠીની નીચેની પાટલીમાં આવે. જેણે પ્રતિષ્ઠાનો લાભ લીધો હોય તેનું નામ શ્રી સંઘ નક્કી કરે તે સ્થળે કોતરવામાં કે લખવામાં આવે. તેનું નામ પલાંઠીમાં ન આવે. - જિનબિંબ ભરાવવાની જે રકમ આવે તે કલ્પિત-દેવદ્રવ્યમાં જમા કરી શકાય. અર્થાત તે રકમ દેરાસરજી અંગેના કેસર, બરાસાદિ તથા પૂજારી વગેરેને પગારમાં આપી શકાય. તથા નૂતન જિનમંદિર નિર્માણ, જીર્ણોદ્ધાર તથા પ્રભુનાં આભૂષણાદિમાં વાપરી શકાય છે.
સવાલ : [૫૩] સ્વપ્નદ્રવ્ય અંગે કોઈ શાસ્ત્રપાઠ નથી તો આટલો વિવાદ કરવા પાછળનું રહસ્ય શું ?
જવાબ : ભલા, સીધો શાસ્ત્રપાઠ નથી એટલે જ મતભેદોને તક મળી જાય છે. આ ઉછામણીઓ છેલ્લા કેટલાક સમયથી જ શરૂ થઈ હોવાથી તેનો સીધો શાસ્ત્ર-પાઠ કયાંથી મળે ? આવી બાબતોમાં તો ઘણાં બધાં ગીતાર્થ આચાર્યો એકમતે જે નિર્ણય આપે તે માન્ય રાખવો.