________________
८८
ધાર્મિક વહીવટ વિચાર મન થાય. આવું ન થાય તે માટે સમય જોવાની વ્યવસ્થા કરાય તો તેમાં વાંધો નથી.
સવાલ : [૫૧] પરમાત્માને કિંમતી આભૂષણોની શી જરૂર છે ? આ બાબતમાં દિગંબર માન્યતા યોગ્ય લાગતી નથી ?
જવાબ ઃ પરમાત્મા વીતરાગ છે પણ ગૃહસ્થો તો સરાગ છે ને? એમની આભૂષણો ઉપરની રાગ-દશા દૂર કરવા માટે આભૂષણો વીતરાગને ચડાવાય છે. જો પોતાના પ્રિય-પાત્ર(પત્ની વગેરે)ને આભૂષણો પહેરાવાય તો રાગદશા ઊલટી વધી જાય. એથી તો વીતરાગને જ આભૂષણો ચડાવવાં પડે. વીતરાગ એટલે વીતરાગ. આભૂષણો ચડાવવાથી એ કાંઇ સરાગ બની જવાના નથી. હા, એટલે અંશે ગૃહસ્થો સરાગ મટી જશે ખરા. વીતરાગ પરમાત્માનું સમવસરણ, દેશનાનું સિંહાસન, ડગ મૂકવાનાં કમળો વગેરે કેટલાં
એટલી મૂલ્યવાન છે ? તેથી તેઓ સરાગ બની જતા નથી. ઊલટું ૫ ઉદાસીન મુખમુદ્રા દ્વારા તેમનો વીતરાગભાવ ઓર ઝળકી ઊઠે છે. તથા આભૂષણોના લીધે બાળજીવો માટે પ્રભુ વધુ આકર્ષક બને છે, એટલે તેમને વધુ ખેંચાણ થતાં તન્મયતા સધાય છે. સવાલ : [૫૨] જિનપ્રતિમા ભરાવવી અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા એ બન્નેમાં શું ફરક છે ? પ્રતિમા ઉપર કોનું નામ આવે ? ભરાવનારનું કે પ્રતિષ્ઠા કરનારનું ?
જવાબ : જિનપ્રતિમા ભરાવવી એટલે પત્થરમાંથી મૂર્તિ બનાવવી, આ કામ શિલ્પીનું છે. આ મૂર્તિ બનાવવાનો લાભ લેવા માટે ઉછામણી બોલાય છે. જે પુણ્યાત્મા લાભ લે તે પોતાના નામનો મોહ ન રાખે તે યોગ્ય અને ઉત્તમ છે તેમ છતાં લોક-વ્યવહારથી તેનું નામ તે મૂર્તિની નીચેની પાટલીમાં સામાન્યતઃ લખવામાં આવે છે. આ રકમ ખરેખર તો નવી મૂર્તિઓ ભરાવવામાં જ વપરાય, પરન્તુ લાખો રૂપિયાની ઉછામણીઓમાંથી કેટલી નવી મૂર્તિઓ ભરાવવી ? વળી પાછી તે મૂર્તિઓની પણ ઉછામણીઓ તો થતી જ રહે. આ કારણસર કે બીજા કોઈ કારણસ૨ હવે આ રકમ દેરાસરજીની જરૂરી સામગ્રીઓ વસાવવામાં, પૂજારીને પગાર આપવા વગેરેમાં વપરાય છે. આ રકમ દેવદ્રવ્યમાં જેને કલ્પિત-દેવદ્રવ્ય કહેવામાં આવે છે. તે ખાતે આ રકમ જમા કરી શકાય.