________________
૮૫
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી નોટ નાંખીને પતાવટ કરવામાં આવે નહિ, માટે તે યોગ્ય નથી. શ્રીફળ તે નિર્માલ્ય દ્રવ્ય છે. તે શી રીતે એકનું એક ચડાવાય ? હા. જો વધુ શ્રીફળ ઉપલબ્ધ જ ન થતાં હોય તો તેવા સ્થળે ચાંદીનું શ્રીફળ બનાવી લેવું (જે નિર્માલ્ય બનતું નથી), એ રોજ મૂકી શકાય. તેની સામે રૂપિયા પાંચ ભંડારમાં નાંખી શકાય.
સવાલ:[૪૨]દેરાસરમાં કાચકામ, ભંડાર, સિંહાસન, દીવાલોમાં ચિત્રપટો વગેરેનો ખર્ચ દેવદ્રવ્યમાંથી લઈ શકાય ?
જવાબ : હા. તેમાં વાંધો નથી. ચિત્રપટો વગેરે ઉપર દાન લઈને દાતાની તકતી મારવાની યોજના કરાય તો દેવદ્રવ્યમાંથી તેટલી રકમ ખર્ચવી ન પડે. બાકી જિનમંદિરને સુંદર, અને આકર્ષક બનાવવા માટે જે વિશિષ્ટ ખર્ચ કરવાનો થાય તે બધો દેવદ્રવ્યમાંથી પણ લઈ શકાય. વાટકી વગેરે સાધનો તથા કેસર, સુખડ વગેરે સામગ્રી કલ્પિત દેવદ્રવ્યમાંથી 49Laul 1414. VUapradhan.com
સવાલ : [૪૩] દેરાસર અને ઉપાશ્રયાદિ ખાતાનો મુનીમ કે નોકર એક જ હોય તો તેને પગાર શેમાંથી આપવો ?
જવાબ : જે ખાતાનું જેટલું કામ હોય તે પ્રમાણે ટકા નક્કી કરીને જે તે ખાતેથી આપવો. તેમાં પણ સાધારણમાંથી થોડો વધારે આપવો જોઈએ. પૂરો સાધારણનો પગાર અપાય તો સૌથી સરસ. જૈન હોય તો સાધારણમાંથી જ પૂરો પગાર અપાય.
સવાલ [૪૪] કુમારપાળની આરતીના પ્રસંગમાં કુમારપાળ, સેનાપતિ, મહામંત્રી વગેરેની ઉછામણીની રકમ શેમાં જાય ?
જવાબ : પરમાત્માની આરતી નિમિત્તે આ બધાં પાત્રો છે માટે તે બધાંની ઉછામણીની રકમ દેવદ્રવ્યમાં જાય.
હા, તેમને તિલક કરવાનો ચડાવો સાધારણ ખાતે જાય.
સવાલ : [૪૫] દેવદ્રવ્યની રકમમાંથી ઈલેક્ટ્રિક લાઇટ, માઇક વગેરેનો ખર્ચ લઈ શકાય ?
જવાબ: ના. તે ઉચિત નથી. કેમકે આ યત્નોનો ઉપયોગ ધર્મસંસ્કૃતિને મોટું નુકસાન કરાનારો છે. છતાં જો ઇલેક્ટ્રિકનું બિલ ચૂકવવું જ પડે તો દીવાના સ્થાને તે હોવાથી, દવાની જેમ કલ્પિત દેવદ્રવ્યમાંથી તે ખર્ચ લેવો.