________________
ધાર્મિક વહીવટ વિચાર જવાબ : સુવિદિત ગીતાર્થોની એ વાતમાં સંમતિ જોવા મળે છે કે દેવદ્રવ્યની રકમ નૂતન જિનમંદિરોના નિર્માણમાં પણ વાપરી શકાય.
જૈનોની વસતિ વગરના હાઈવે રોડ વગેરે જેવા સ્થળે નિર્માણ પામતાં તીર્થો ખાતે દેવદ્રવ્યની રકમ વાપરવી એ ધરાર યોગ્ય જણાતું નથી. હાલ તો પ્રાચીન તીર્થોની સુરક્ષા કરાય તે જ ઉચિત લાગે છે. નવાં નિર્માણ પામતાં તીર્થોનો ભાર અન્ત તો સંઘોના માથે જ પડતો હોય છે, જૈનસંઘો પોતાના હસ્તકની પરંપરાગત વહીવટ પણ સારી રીતે સાચવી શકતા નથી. મુનીમો અને શેષ નોકર વર્ગમાં પુષ્કળ ભ્રષ્ટાચાર જોવા મળે છે. ટ્રસ્ટીઓ વટ પાડવા ખાતર ટ્રસ્ટી બન્યા હોય છે. તેમને વહીવટી ભ્રષ્ટાચાર અંગે કોઈ ચિન્તા હોય તેવું જણાતું નથી. દેવદ્રવ્યાદિના ભંડારોમાંથી ચોરી પણ થતી હોય છે. ડુપ્લિકેટ પહોંચ-બુકો રાખીને પુષ્કળ ગોલમાલ કરાતી હોય છે.
એકાન્ત સ્થળનાં નૂતન તીર્થોમાં યાત્રિકોનો ધસારો વધે તે માટે તેની ધર્મશાળા, ભોજન-વ્યવસ્થા વગેરેને અદ્યતન બનાવાય છે. આને લીધે આ તીર્થો પિકનિક-સેન્ટર બને છે, વિલાસ માટેનાં સ્થાન બની જાય છે. બધી રીતે આ તીર્થો વિલાસના હીલ-સ્ટેશનો થાય છે. દરેક રાજ્યની સરકારોને પોતાની પ્રજાના મનોરંજન માટે આવાં હીલ-સ્ટેશનોની જરૂર હોય જ છે. આથી જ સરકાર પણ આવાં ધાર્મિક તીર્થોને પ્રોત્સાહન આપવા તૈયાર હોય છે.
નામ, તકતી અને બાવલા, ફોટાના વધેલા મોહના કારણે જ કેટલાંક સંસારત્યાગી વર્ગ નૂતન તીર્થનિર્માણની પ્રવૃત્તિમાં એકબીજાની સ્પર્ધામાં ચડ્યો હોય તેવું કેટલેક ઠેકાણે જોવા મળે છે.
આમ છતાં મહારાષ્ટ્ર વગેરે જેવાં રાજ્યોમાં જો આ રીતનું તીર્થનિર્માણ ઘણાબધા લોકોને ધર્મ પમાડનારું કે જિનભક્તિ વધારનારું બનતું હોય તો ત્યાં આ દલીલો કરીને તીર્થ-નિર્માણનો નિષેધ કરવો નહિ !
સવાલઃ[૬૦]પૂજયપાદ હરિભદ્રસૂરિજી આદિ પૂર્વના આચાર્યોએ દેવદ્રવ્યના ત્રણ પેટા વિભાગો વિષે વાત કરી પણ તેઓએ કોઈ સંઘમાં અમલ કરાવ્યો હોય તેવું કેમ નથી લાગતું ?
જવાબ : આ અમલ પૂર્વે તો એક યા બીજી રીતે ચાલતો જ