________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૩૧
આમ એક બાજુ કારમી ગરીબી વધે અને તેને રોકવા માટે કશો વિચાર જો કોઈ ન કરે અને માત્ર ૫-૫૦ સદાવ્રત ચાલુ કરીને ચૂપ બેસી રહે તો આ કામ-તે ક્રૂર કાર્યને નહિ અટકાવવા રૂપે-ગરીબી આદિને ઉત્તેજન આપનારું નહિ બને ?
દેશી-વિદેશી ગોરાઓની પણ એ જ ઇચ્છા છે કે ગરીબી, ભૂખમરો, રોગચાળાને પેદા કરવા માટે ધસમસતી અમારી બસો કિ.મી.ના વેગની ટ્રેઇનને તમે રોકો નહિ; પાટા ઉપર આડા સૂઈ જાઓ નહિ, તમે સદાવ્રતો જનતા-હૉસ્પિટલો આદિવાસી-કલ્યાણોની પ્રવૃત્તિમાં (રચનાત્મક !) ખૂબ રચ્યાપચ્યા રહો.
બસો કિ.મી. ના સ્પીડની એક વિધ્વંસાત્મક કાર્યની ટ્રેઇન અને ચૌદમી સદીનું ઠીક...ઠીચૂક...બોલતું, કીડી વેગે આગળ વધતું રચનાત્મક કાર્યનું બેલગાડું !
ITI શું કરશે આ બેલગાડું ! પેલી ટ્રેઇનને ગ્રીન-સિગ્નલ દેવાનું કામ કરશે ને ? આ જ ભયંકર બાબત છે.
રડીખડી માનવશક્તિઓ પાટા ઉપર આડી પડીને ટ્રેઇનને રોકી શકે !
એ બેસી ગઈ બેલગાડામાં ! બેલગાડાની ભેટ આપી દેશી-વિદેશી ગોરાઓએ ! શા માટે ભેટ ન આપે ? અરે સોનાથી મઢી આપે ! એને તો રસ છે...વિધ્વંસની ટ્રેઇન દોડાવી દેવામાં ! કોઈ તેમાં આડો ન આવે તેમાં !
માટે જ સદાવ્રતો સાથે બેકારી વગેરેનાં મૂળ કારણોને પણ બિલકુલ ભૂલ્યા વગર ઇલાજ કરવો ખૂબ જરૂરી છે.
તો જ ભારતના કોઈ ભવ્ય ભાવીની આશા‘રહેશે. ગૌરવવંતો એનો મરી પરવારેલો ઇતિહાસ કબરમાંથી બેઠો થશે !
સવાલ : [૧૨૨] પર્યુષણમાં પ્રભુવીરના વસ્ત્રદાનના પ્રસંગને અનુલક્ષીને દરેક સંઘમાં તે દિવસે ઘરે-ઘરેથી વસ્ત્રો ભેગાં કરીને ગરીબોમાં વહેચવાથી શાસન-પ્રભાવના ન થાય ?
જવાબ : હા, જરૂર શાસન-પ્રભાવના થાય.