________________
૧૩૦
ધાર્મિક વહીવટ વિચાર કેન્દ્ર, પાણીની પરબ, શાક-પુરી વગેરે જેવું સદાવ્રત કાર્ય ખૂલે તો તે ઇચ્છનીય ખરું કે નહિ ?
જવાબ : સીધો જવાબ ‘હા’માં છે. ઔચિત્ય ખાતર-શાસનપ્રભાવના થાય તે માટે કે શાસનહીલના (જૈનો માનવતામાં માનતા નથી. એ તો પત્થરોમાં જ ક્રોડો રૂ. ખર્ચે છે વગેરે બોલાતા શબ્દો એ શાસનહીલના છે) ના નિવારણ માટે-આવાં કાર્યો ઠેર ઠેર ભલે થાય.
પરંતુ આજની બેકારીની ભીતરમાં જે ભયંકર કોટિનો અંગારો ધરબાએલો પડ્યો છે તેને આપણે નજરમાં તો રાખવો જ પડશે.
એ વાત એવી છે કે-આજની ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી વગેરે કૃત્રિમ છે : માનવ સર્જિત છે. હિન્દુસ્તાનની સમગ્ર ધરતી ઉપર પોતાનો કાયમી વસવાટ કરવાના ઉદ્દેશથી વિદેશી ગોરી પ્રજા હિન્દુસ્તાનની ધરતીનો કાયમી કબજો લેવા માંગે છે. આ માટે બોમ્બમારો કરીને તેની પ્રજાને ખતમ કરે તો ધરતી ઉપર ઊભાં થયેલાં અદ્યતન કક્ષાનાં નગરો, ઉદ્યોગો, બંધો, રસ્તાઓ વગેરે પણ ખતમ થઈ જાય. એટલે વગર બોમ્બમારાથી માત્ર ભૂખમરો, રોગચાળો વગેરે દ્વારા તેઓ ભારતની પ્રજાને નાશ કરવા માંગે છે. આ માટે જ તેમણે ભારતમાં શિક્ષણ (બેકારીજનક), યન્સવાદ (ગરીબીજનક), ઉદ્યોગો (પ્રયણજનક), ખેતીમાં ફર્ટિલાઇઝરો, જંતુનાશક દવાઓ (મોતજનક), ટયૂબવેલો (જળભંડારોના શોષક), બંધો (બારમાસી નદીનાં વહેણોના નાશક) વગેરે ઊભાં કર્યા છે. આના પરિણામે ભારતમાં પિસ્તાલીસ કરોડ લોકો ગરીબ જ નહિ પરંતુ ભિખારી બન્યાં છે. સો બસો વીઘાની ખેતીના માલિકો-સફટુંબ મૂઠી ધાન માટે મુંબઈ જેવાં મહાનગરોમાં ફૂટપાથે ઝૂંપડાં બનાવીને ઊભા છે. અતિ ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. તંદુરસ્તી સ્વખશેષ બની છે. પ્રજાની જીવાદોરી સમા ‘પશુઓની હાલતનું તો વર્ણન જ થઈ શકે તેમ નથી. આવી ભયાનક અને વિરાટ ગરીબી અને ભૂખમરો ચાલુ જ રહે તેમાં તે ક્રૂર વિદેશી ગોરાઓને રસ છે. આ કામ ધમધોકાર ચાલતું-વધતું રહે તે માટે તે લોકોએ ભારતીય પ્રજાના લાખો લોકોને પોતાનું મેકોલે-શિક્ષણ આપીને દેશીગોરા (વિદેશીઓના ચમચાઓ : ખુશામત ખોરો, તેમનાં જ હિતમાં કામ કરનારા ભયંકર દેશદ્રોહીઓ)પેદા કરીને કામ કરતા કરી દીધા છે.