________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૨૯
સવાલ : [૧૧૭] પૂર્વે સહુ ઘરમાં જ આંબિલ કરતાં. આજે આંબિલ ખાતા થયા. આ યોગ્ય છે ?
જવાબ : પૂર્વે ઉત્તર અપાઈ ગયો છે. હાલ તો પરિસ્થિતિનું એવું કમનસીબ નિર્માણ થયું છે કે જો હવે-અનેક ગેરલાભોને કારણે-આંબિલ શાળાઓ બંધ કરાય તો ઘરે થનારા આંબિલોની સંખ્યા સાવ જૂજ થઈ જાય. કેટલીક વાર કાળ જ કેટલાક સાચા-ખોટા કામ કરવાની ફરજ પાડતો હોય છે. એ વખતે આદર્શોને ધરતી ઉપર અવતરવાનું કામ મોટા રૂસ્તમો માટે પણ મુશ્કેલ થઈ જાય છે.
સવાલ : [૧૧૮] આયંબિલ ખાતાની રકમ સાધર્મિક, પાઠશાળા વગેરેમાં વાપરી શકાય કે નહિ ?
જવાબ : ના, ન વાપરી શકાય.
W સવાલ ૧પ૯ કાળકૃત અને ખાતું પ્રશ્નોતરી ૧૧- ૧૨)
:
રહે તેના કરતાં દેવદ્રવ્યાદિ ખાતામાં વાપરી લઈએ તો શું વાંધો ? જવાબ : જો એમ કરાય તો જે કાર્ય માટે તે રકમોનું ફંડ કરવામાં આવ્યું છે તે કાર્યો બંધ પડી જાય. દાતાનો દાનનો ઉદ્દેશ પણ માર્યો જાય એટલે આવી રીતની દેવદ્રવ્ય-ભક્તિ એ અતિ-ભક્તિ ગણાય. તે વર્જ્ય છે.
અનુકંપા ખાતુ પ્રશ્નોત્તરી (૧૩) સવાલ : [૧૨૦] રથયાત્રાદિના વરઘોડામાં પાછળના ભાગમાં જો અનુકંપાની ગાડી રખાય તો તેના ખર્ચની રકમ સાત ક્ષેત્રમાંના ક્યા ખાતેથી લઈ શકાય ?
જવાબ : સાત ક્ષેત્રોમાં આ અંગેનું કોઈ ખાતું નથી. પણ શુભખાતા (સર્વસાધારણ)ના ચૌદ ક્ષેત્રોમાં જે અનુકંપા ખાતું છે તેમાંથી આ ખર્ચ કાઢી શકાય. વળી વરઘોડો કાઢવા અંગે જે ફાળો કરાયો હોય તેમાંથી પણ આ ખર્ચ કાઢી શકાય. કોઈ એક જ વ્યક્તિ પણ સ્વદ્રવ્યે આ લાભ લઈ શકે.
સવાલ : [૧૨૧] ગરીબો માટે ગામેગામ ખીચડી-ઘર, છાશ