________________
૧૨૮
ધાર્મિક વહીવટ વિચાર યોજનાઓ થાય તેટલી સારી જ છે.
જિનભક્તિની જેમ ઊછરતી નવી પેઢીના સંસ્કરણનું મહત્વ જરાય ઓછું નથી, એના પ્રોત્સાહન માટે જે કાંઈ યોજના કરવી પડે તે કરવી
જોઈએ.
હવે તો પાઠશાળામાં રોજ હાજરી દેવાનું મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં “રવિવારીય સામાયિક શાળા” સર્વત્ર ખોલવી જોઈએ. તેમાં ૧૪ વર્ષથી નીચેનાં તમામ બાલક-બાલિકાઓને દાખલ કરીને બે સામાયિક કરાવવાં જોઈએ. તેમાં ગાથા, સ્તવન, સ્તુતિ, પ્રેકટીકલ, વાર્તા, પ્રશ્નોત્તરી, વસ્તૃત્વ વગેરે ઘણુંબધું ગોઠવવું જોઈએ. દરેક બાળકને ભાગે ઓછામાં ઓછા બે રૂપીઆ તો જવા જ જોઈએ.
જે ભાઈ પ્રભાવના કરવા ઇચ્છતા હોય તો પોતે જ સહકુટુંબ હાજર રહીને પ્રભાવના આપે. રૂપીઆ આપે, મીઠાઈ કે પીપરમીંટ (ના...અભક્ષ્ય તો નહિ જ આપે.) આપે અથવા પોતાની ફેકટરીમાં બનતાં ગ્લાસ, બેગ, બોલપેન, વગેરે પણ આપે. સુખી માણસોને બે ને બદલે પાંચ રૂ.ની પ્રભાવના થઈ જાય તો તેમાં તેમને શું ખાટું-મોળું થવાનું છે ? આની સામે બાળકોનો ઉલ્લાસ વધી જવાનો લાભ કેટલો મોટો છે ? - જો દર રવિવારે દોઢ કલાક સામાયિક શાળા બરોબર ચાલતી રહે તો ય ઘણું કામ થઈ જાય,
આંચબિલ ખાતુ પ્રશ્નોત્તરી (૧૦) સવાલ :[૧૧] આયંબિલ શાળામાં વધેલી રસોઈ અન્ય ગરીબ સાધર્મિકોને (વઘાર વગેરે કરી આપીને) કે અજૈન ગરીબોને ખાવા આપી શકાય ખરી ?
જવાબ : જો આમ ન કરાય તો તે રસોઈ ગટર ભેગી જ કરવી પડે. એ તો ન થઈ શકે. એના કરતાં આ વિકલ્પ ઘણો સારો છે. વળી આવું કરવું પણ જોઈએ, જેથી કેટલાક અતિ ગરીબ લોકોનું પોષણ પણ થાય. હા, દાતા આ વાતને પોતાની ભાવનામાં સમાવે તો સુંદર,
બીજી વાત એ છે કે જે ધર્માત્માઓ આંબિલ કરે તેમણે સ્વૈચ્છિક રીતે-દાનની રકમ લખવાય તો સુંદર ગણાય. આ રકમનો ઉપયોગ ઉપર્યુક્ત કામમાં થઈ શકે.