________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૨૭
સવાલ : [૧૧૭] સ્કૂલની જેમ પાઠશાળામાં પણ બાળકો પાસેથી ફી લેવાય તો કેમ ? આર્થિક પ્રશ્ન હળવો ન બને ?
જવાબ : અરે ! આ તો આપણી ગરજે પાઠશાળાઓ ચલાવીને બાળકોને ધર્મનું શિક્ષણ અને સંસ્કાર આપવાના છે. વાલીઓ તો આ વિષયમાં જરાય ગંભીર નથી. એમના મગજમાં સ્કૂલ, લેસન, ટયુશનનું જ મહત્ત્વ છે. તેના લાખમાં ભાગે પણ તેમને ધાર્મિકશિક્ષણની મહત્તા જણાતી નથી. આ સ્થિતિમાં ફી લેવાની તો દૂર રહી પણ “સ્કૂલની ફી-પાઠશાલીય બાળકોની પાઠશાળા ભરી આપશે.” તેવી યોજના બનાવવાના દિવસો દૂર જણાતા નથી. સ્કૂલનાં પુસ્તકો-નોટો વગેરે તો કેટલીક પાઠશાળા આપવા પણ લાગી છે.
સવાલ : [૧૧૪] જૈનધર્મને પ્રધાનતા આપતી સ્કૂલ, કૉલેજ, યુનિવર્સિટીની જરૂર નથી જણાતી ?
V જવાબ : આ બધાનાં આર્થિક વગેરે પ્રશ્નો એટલા બધા છે કે આ બધાં સરકારી ગ્રાન્ટ વિના ચાલી શકે તેમ નથી. ગ્રાન્ટ લીધી એટલે જૈન-ધર્મના મહત્ત્વને તરત જ વિદાય થવું પડે. હા, મરજીઆતપણે જૈનધર્મનો વર્ગ રાખી શકાય ખરો, પરન્તુ મરજીઆતનું ફરજિઆત વિસર્જનઆપમેળે થયા વિના રહેતું નથી.
જૈનધર્મની બાબુ પન્નાલાલ, શકુન્તલા, ફાલનાની સ્કૂલોને અન્ને ઢસડાઈને આ હાલતમાં મુકાવું પડયું છે.
વળી આવી સ્કૂલ-કોલેજોનો દોર શ્રાવક-સંઘ દ્વારા ગીતાર્થોના અનુશાસન પાસે જતો ન હોવાથી, શૈક્ષણિક ઢાંચા દ્વારા છેલ્લે વેટીકન સીટીના કેથોલિક ધર્મગુરુ પોપની પાસે જવાથી આ માધ્યમથી જૈનધર્મનું સાચા અર્થમાં હિત થવાની વાત તદ્દન અસંભવિત છે. ઊલટું, પુષ્કળ અહિત થવાનું છે. માટે કોઈ ધર્મપ્રેમીએ આ વાતમાં તણાઈ ન જવું જોઈએ.
સવાલ :[૧૧૫] અષ્ટપ્રકારી પૂજાના ચડાવો ઉપરથી ચડાવાના બોર્ડની જેમ બાર મહિનાના પાઠશાળાના ચડાવા બોલાવીને બોર્ડ દરેક સંઘમાં મુકાય તો શું તે યોગ્ય છે ?
જવાબ : ધનવાન લોકોની ધનમૂછ ઉતારતી જેટલી શાસ્ત્રોક્ત
ધા.વ.-૯