________________
પરિશિષ્ટ-૨
૨૧૧
તો દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરનારે પ્રભુ ભક્તિ કરી કેમ ન કહેવાય ? દેવદ્રવ્યમાંથી બનાવેલ મુગટ વગેરે આભૂષણો પ્રભુજીને ચડાવવામાં ભક્તિ થાય અને ફૂલો ચડાવવામાં ન થાય આવો અદ્ધજરતીય ન્યાય શા માટે ? દેવદ્રવ્યમાંથી દેરાસરની સુંદર કોતરણી વગેરે દ્વારા શોભા વગેરે કરી શકાય અને પ્રતિમાજીની ફૂલો વગેરે દ્વારા શોભા વગેરે ન કરી શકાય ?
ભગવાનના માલથી (દેવદ્રવ્યથી) ભગવાનની ભક્તિ કરવામાં શ્રાવકને લાભ પણ શું થાય ? એવો પ્રશ્ન પણ યોગ્ય નથી. કારણ કે લાભ થવા ન થવામાં મુખ્યતયા ભાવોલ્લાસ ભાગ ભજવે છે. દેવદ્રવ્યથી પૂજા કરનારને ભાવોલ્લાસ ન જ પ્રગટે એવું માનવાને કોઈ કારણ નથી. દેવદ્રવ્યથી નિર્માણ થયેલા ભવ્ય મંદિરના દર્શનથી પણ ભાવોલ્લાસ જો અનુભવાય છે, તો દેવદ્રવ્યથી પૂજા થવામાં શા માટે ન અનુભવાય ?
દ્રવ્યસપ્તતિકામાં દેવદ્રવ્યનો નાશ કરવાથી પૂજા વગેરેનો લોપ થવાના કારણે એ પૂજાથી થનાર પ્રમોદનો અભાવ બતાવ્યો છે. (જુઓ પાઠ H) આનાથી સ્પષ્ટ જણાય છે કે દેવદ્રવ્ય હોય તો એનાથી પૂજા કરી શકાય અને એ પૂજા કરવાથી શ્રાવકને હર્ષ-ભાવોલ્લાસ અનુભવાય છે.
વસુદેવહિંદીમાં જણાવ્યું છે કે જે સૈયદ્રવ્યનો વિનાશ કરે છે તે જિનબિંબની પૂજાને જોઈને આનંદિત થનારા ભવ્યજીવોને સમ્યકત્વાદિની પ્રાપ્તિમાં અંતરાય ઊભો કરે છે. (જુઓ પાઠ I). આના પરથી પણ સ્પષ્ટ જણાય છે કે દેવદ્રવ્ય હોય તો એનાથી જિનપૂજા થાય જે જોઈને ભવ્યજીવોને આનંદ અનુભવાય છે. દેવદ્રવ્યથી થતી જિનપૂજાના દર્શનથી પણ જો આનંદોલ્લાસ અનુભવાતો હોય તો દેવદ્રવ્યથી જિનપૂજા કરવામાં તે ન અનુભવાય એવું શી રીતે કહેવાય ? અને દેવદ્રવ્યથી પૂજા કરવામાં મન પ્રસન્નતાનો જો અનુભવ કરે છે તો ભગવાનની ભક્તિ નથી કરી એમ કેમ કહેવાય ? કેસર-સુખડ વગેરેની જેમ જિનમંદિર અને જિનપ્રતિમા પણ પ્રભુભક્તિની કારણ સામગ્રીમાં સમાવિષ્ટ છે, કેમ કે એ ન હોય તો પણ દ્રવ્યપૂજા દ્વારા થનાર પ્રભુભક્તિ થઈ શકતી નથી. પ્રભુભક્તિની સામગ્રી સ્વરૂપ જિનમંદિર અને જિનપ્રતિમા સ્વદ્રવ્યના ન હોય (દેવદ્રવ્યના