________________
૧૪૦
ધાર્મિક વહીવટ વિચાર
જવાબ : ના, ન લઈ જવાય.
જીવદયાના રૂપીઆ જીવોને અભયદાન દેવામાં જ વપરાતા હતા. પરન્તુ હાલમાં જીવદયા અંગે ચાલતી કોર્ટેની કાર્યવાહીમાં તે રકમો લેવી યોગ્ય લાગે છે. કેમકે જો તેવા એકાદ કેસમાં પણ જીત મળે તો લાખો જીવોને અભયદાન મળી જાય.
જ્યારે જીવદયાનું ફંડ થાય ત્યારે આવો ખુલાસો કરાય તો સૌથી
સુંદર,
જીવદયાની રકમ પાંજરાપોળોને મજબૂત કરવા માટે પાંજરાપોળોમાં આપવી એ પણ ઉત્તમ ગણાય.
ગુજરાત-રાજ્યમાં ગોવંશવધપ્રતિબંધ થયો. આથી પાંજરાપોળોમાં ગોવંશની આવક વધવાની પૂરી શક્યતા છે. આવા વખતે પાંજરાપોળો ખૂબ સદ્ધર નહિ કરાય તો ઢોરો સ્વીકારી નહિ શકાતા ફરી તેઓ ગેરકાયદેસરની કતલનો ભોગ બની જશે. RTGom
સવાલ : [૧૩૩] ઘરે મા-બાપને ત્રાસ આપનાર, પત્નીને મારઝૂડ કરનાર વ્યક્તિ જીવદયામાં પૈસા લખાવે તો તેનું દાન યોગ્ય ગણાય? પહેલી જીવદયા કોની કરવી ?
જવાબ : તે દાન અયોગ્ય ન ગણાય. પરંતુ જે મારઝૂડ છે તે જરૂર અયોગ્ય ગણાય. વધુ પુણ્યવાનું વ્યક્તિની વિશેષ દયા-ભક્તિ થવા જોઈએ એ ન્યાયે તેને માતા-પિતા પ્રત્યે બહુમાન તથા તેની પત્ની તરફ સન્માનભાવ રાખવાની વાત જરૂર કરવી જોઈએ.
સવાલ :[૧૩૪] કોઈ પણ ઉછામણી બોલ્યા હોય ત્યારે ભાવના અને પરિસ્થિતિ હોય અને ત્યાર બાદ ભાવના અને પરિસ્થિતિ બદલાય તો તેવા સંયોગોમાં શું કરવું ?
જવાબ : આપણે ત્યાં એવો રિવાજ હતો કે જે ઉછામણી વગેરે બોલાય તેની રકમ તત્કાળ ભરાય. પેથડમસ્ત્રી આનો આંખે વળગે તેવો દાખલો છે. આમ કરવાનું કારણ એ હતું કે જો તત્કાળ રકમ ન ભરાય અને કાલે આર્થિક પરિસ્થિતિ નબળી પડે તો રકમ ન ભરવાનો બહુ મોટો દોષ લાગી જાય.
જેમ દિવસો અને મહીનાઓ વીતે તે શાહુકારી રીતનું જે સમયે