________________
ખંડ બીજો
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
જિનમૂર્તિ અને જિનમંદિર (૧+૨)-પ્રશ્નોત્તરી સવાલ [૧] : જિનપ્રતિમા શેની બને ? કેવડી બનાવાય ? કોણ બનાવે ?
જવાબ : રત્નની, હીરાની, પાષાણની, પંચધાતુની યાવતું રેતીની પણ જિનપ્રતિમા બનાવી શકાય. દરેક શ્રાવકે ઉપકારી એવા ભગવંતની પ્રતિમા બનાવવી જોઈએ. જેટલી જેની શક્તિ પહોંચે તેવી બનાવવી જોઈએ. અન્તરીક્ષ પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા રાજા રાવણના દૂતોએ બનાવી હતી. તે નદીની રેતી(વળુ)માંથી બનાવી હતી.
ઓછામાં ઓછી એક અંગુલની અને વધીને ઘણી મોટી પણ વિષમ અંગુલની બનાવી શકાય.
સવાલ [૨] : આરસ લાવવાની વિધિ શું છે ?
જવાબ : ‘પોડશક' ગ્રન્થમાં આ વિધિ જણાવવામાં આવેલ છે. ટૂંકમાં ન્યાયોપાર્જિત દ્રવ્ય વાપરવું, કારીગરોને પ્રસન્ન રાખવા, ખાણના અધિષ્ઠાયકની આજ્ઞા લેવા માટે તપ, પાષણપૂજા વગેરે કરવાં. તે ગામના લોકોને પ્રીતિદાન કરવું વગેરે.
‘નૈગમનયથી” તો એ પત્થર પણ પ્રતિમા જ છે માટે બહુમાનપૂર્વક પાષાણ લાવવો.
સવાલ [૩] : પ્રતિમાજી ગળામાંથી ખંડિત થાય તો શું કરવું?
જવાબ : ક્રિયાકારકને બોલાવીને તેમાંથી પણ પ્રાણ-પ્રતિષ્ઠાદિ પાછી ખેંચી લેવાની વિધિ કરાવીને તેનું વિધિપૂર્વક નદી કે સમુદ્રના ભરપૂર પાણીમાં વિસર્જન કરવું. પંચધાતુનાં પ્રતિમાજી ઉપર પૂજારીઓ વગેરે જ્યારે જોર જોરથી વાળાÉચી ઘસતા રહે છે ત્યારે તેનાં નાક, કાન વગેરે