________________
૬૨
ધાર્મિક વહીવટ વિચાર સાવ ઘસાઈને નિર્મળ થઈ જાય છે. આ રીતનાં થએલાં પ્રતિમાજી પૂજનીય રહી શકે નહિ. તેમનું વિધિવત્ વિસર્જન કરવું પડે. આથી જ બને ત્યાં સુધી વાળાકૂંચીનો ઉપયોગ ન કરવો સારો.
આરસનાં પ્રતિમાજીને કયાંક તડ પાડવાથી કે ગળા સિવાયના અંગનું ખંડન થવાથી તેનું વિસર્જન કરવાની જરૂર નથી. તે તો ઓપ કે લેપથી પણ સંધાઈ જાય. હા, ગળું ખંડિત થાય તો વિસર્જન કરવું પડે ખરું. એમાંય જો તે પ્રતિમાજી વિશિષ્ટ પ્રભાવવાળાં હોય અથવા એના ઉપર તીર્થરક્ષાદિ કાર્યમાં કોર્ટ વગેરેમાં ઉપયોગી બને એવો સુંદર ઐતિહાસિક લેખ હોય તો તેમનું તે સ્થિતિમાં વિસર્જન નહિ કરતાં લેપ કરાવીને તે અંગ જોડીને અખંડ જેવું કરી દેવું. નવખંડા (ઘોઘા) પાર્શ્વનાથ ભગવાનના નવ જેટલા ટુકડા થએલા છે, જેને લેપ કરવા દ્વારા સાંધવામાં આવેલ છે. દેખાવમાં ખરાબ લાગે તે રીતે ખંડિત થયેલા ભગવાનને સામાન્યતઃ મૂળનાયક તરીકે રાખી શકાય નહિ.la - બીજી વાત કે જો મૂળનાયક ભગવંત પ્રતિષ્ઠિત કર્યા બાદ હાલી ગયા હોય તો વિધિસર મહોત્સવપૂર્વક ફરી પ્રતિષ્ઠા કરાવવી જોઈએ (તે જ પુણ્યાત્માના હાથે), પણ જો તે સિવાયનાં પ્રતિમાજી હાલી ગયાં હોય તો સામાન્ય વિધિથી જ પ્રતિષ્ઠિત કરી દેવાં.
સવાલ : [૪] જિનપ્રતિમા પરદેશ લઈ જઈ શકાય ખરી ?
જવાબ : અભયકુમારે અનાર્યદેશમાં–રાજકુમાર આર્ટને જિનપ્રતિમા ભેટ મોકલી હતી. આજે પણ જિનપ્રતિમા પરદેશ લઈ જઈ શકાય, પરન્તુ લઈ જવા અંગેની તમામ વિધિ સાચવવી જોઈએ. પરદેશમાં તેની પ્રતિષ્ઠા વિધિ પણ થઈ શકે, (અંજનશલાકા વિધિ તો ભારતમાં જ કોઈ વિશિષ્ટ જૈનાચાર્ય પાસે કરાવવી જોઈએ.)
હવે જો પરદેશમાં તે પરમાત્માની નિત્ય પૂજા વગેરે થવાની કાયમી શક્યતા ન જણાતી હોય તો અંજનશલાકા ન કરાવતાં પરદેશ લઈ જઈને માત્ર અઢાર અભિષેક કરાવીને તે પ્રતિમાજીને દર્શન માટે રાખવાં. તેની વાસક્ષેપપૂજા કરવી હોય તો-ગમે ત્યારે થઈ શકે. પણ અષ્ટપ્રકારી પૂજા થઈ શકે નહિ.
ખરેખર તો પરદેશમાં જઈને ધન કમાવવા જતાં ઘણો ધર્મ ગુમાવવાનો