________________
૧૦૨
ધાર્મિક વહીવટ વિચાર પૂજારીને પેટ પૂરતું ખાવા ન મળે, અને તેથી દેવદ્રવ્યની ચોરી કરવા પ્રેરાય તો બહેતર છે કે તેને ખૂટતો બધો પગાર દેવદ્રવ્યમાંથી આપવો.
આમ કરવાથી અન્યાય-માર્ગ અવલંબન લેવામાં નિમિત્તતાનું નિવારણ, માનવતાના અભાવનું નિવારણ, દેવદ્રવ્યની ચોરીના દોષનું નિવારણ વગેરે લાભો પ્રાપ્ત થાય છે.
સુખી શ્રાવકો આવા સમયમાં વિશિષ્ટ દાન કરીને ધનમૂચ્છ ઉતારવાનો લાભ લે એ અતિ ઉત્તમ બાબત છે પણ તે વાત ન બને ત્યારે દેવદ્રવ્યની રકમનો ઉપયોગ આ રીતે દેવ માટે કરવામાં આવે તેમાં કશું અનુચિત જણાતું નથી.
સવાલ : [૬૮] ધન કયાં વાપરવામાં વધુ લાભ ? દેરાસરમાં કે જીવદયામાં ?
જવાબ : નિશ્ચયનય કહે છે કે જ્યાં તમારો ઉલ્લાસ ખૂબ વધતો હોય ત્યાં વાપરવામાં વધુ લાભ થાય.GIીદી .com
વ્યવહારનય કહે છે, જે વખતે જ્યાં વિશેષ જરૂર હોય ત્યાં ધન વાપરવામાં વધુ લાભ થાય.
સામાન્ય પરિસ્થિતિમાં દેરાસરમાં ધન વાપરવામાં વધુ લાભ થાય. તેનું કારણ એ છે કે જીવદયામાં બીજા જીવો ઉપર દયા કરવાની છે. આમાં પોતાનો અહંકાર પોષાવાની શકયતા ઘણી બધી છે.
‘દયા ધરમ કા મૂલ હૈ” એવી તુલસીદાસજીની વાત એકદમ સાચી છે. પણ ધરમની મૂળભૂત દયાથી પણ ચડિયાતો જે ગુણ છે તેનું નામ છે, કૃતજ્ઞતા.
પોતાની ઉપર જે બીજાઓએ ઉપકાર (દયા) કરેલ છે તેમને યાદ કરીને તેમના પ્રત્યે બહુમાન દાખવવું, તેમની અનેક પ્રકારની સેવા કરવી એ બહુ મોટી વાત છે. વળી આ વાત બહુ કઠિન એટલા માટે છે કે આવી કૃતજ્ઞતા દાખવામાં પોતાના અહંકારનો નાશ કરવો પડે છે.
જ્યાં અહંકારનો નાશ થાય કે તે મોળો પડે એ મોટો ધર્મ કહેવાય.
તારક પરમાત્માએ જગતની અસારતાનું આપણને ભાન કરાવીને આપણી ઉપર જબરદસ્ત ઉપકાર કર્યો છે. જગતના પદાર્થો ઉપર થનારી