________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૦૩ તીવ્ર આસક્તિને આ રીતે તેમણે બ્રેક મરાવી છે : આપણને હેવાન કે શેતાન બનતા અટકાવ્યા, ઇન્સાન કે મહાન બનાવ્યા. આવા અત્યન્ત ઉપકારી પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યકત કરવા માટે જ સંસારી જીવોની સૌથી પ્રિય વસ્તુ ધનની મૂર્છા ત્યાગવામાં આવે છે. તે ધનથી પરમાત્માની ભક્તિ થાય છે.
આથી એમ કહી શકાય કે સામાન્ય પરિસ્થિતિમાં જીવદયા કરતાં પ્રભુભક્તિમાં ધન વાપરવાથી વધુ લાભ થાય છે.
પણ સબૂર ! એવી એક પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ વાત ઉલટાવવી પડે ખરી.
ધારો કે ભયંકર દુકાળ દડી ગયો. હજારો માનવો અને લાખો અબોલ પ્રાણીઓ ભૂખમરામાં સપડાઈ ગયાં. ચારે બાજુ તેમની લાશોના ઢગલા થવા લાગ્યા. આવા સમયે પરમાત્મ ભક્તિનું કોઈ આયોજન કરીને કે મંદિરનું નિર્માણ કરીને લાખો રૂપિયાનો વ્યય કોઈ જૈનભાઈ કરે તે કરતાં દુષ્કાળની આફતના નિવારણ માટે કરે તે વધુ સારું. જો તે આમ કરશે તો અજૈન લોકોમાં જૈનધર્મની બે મોંએ પ્રશંસા થવા લાગશે. આ પ્રશંસાને જન્માન્તરમાં જૈનધર્મની પ્રાપ્તિ થવામાં બીજરૂપ કહેલ છે. આ કેટલો મોટો લાભ છે !
અન્ને તો આપણને વહાલા એવા ભગવાનને સર્વ જીવો વહાલા હતા. આપણા વહાલાના જે વહાલા હોય તે આપણને કેટલા બધા વહાલા હોય !
જૈનધર્મની આવી મોટી જગતમાં પ્રભાવના થાય એ કોઈ નાનોસૂનો ધર્મ નથી, | સર્વ ધર્મો કરતાં આ ચડીઆતો ધર્મ છે. આથી જ, જૈનધર્મની નિંદા થાય તેવું કોઈ કાર્ય અજાપણામાં પણ ન થઈ જાય તે માટે સમજદાર જૈન લોકો અત્યન્ત સાવધ રહેતા હોય છે. એવી ધર્મનિન્દાના નિવારણ માટે જે કાંઈ ઉચિત કરવું પડે તે કરવાની જૈન શાસ્ત્રોએ સંમતિ આપી છે.
બેશક, દેવદ્રવ્યની સંપત્તિનો દુષ્કાળ-નિવારણ માટે ઉપયોગ કરીને જૈનધર્મની પ્રશંસા કરવાની વાત ઉચિત નથી. કેમકે તેને અડયા વિના