________________
૧૦૪
ધાર્મિક વહીવટ વિચાર
જૈન ધર્મના શ્રીમંત લોકો પોતાની સંપત્તિનો ઉપયોગ આવા કાર્યમાં સરળતાથી કરી શકે તેમ છે. આ રીતે બે ય કામ સચવાઈ જતાં હોય છે માટે બીજો રાહ વિચારવો યોગ્ય ન ગણાય.
જિનાગમ (૩) પ્રશ્નોત્તરી સવાલ : [૬૯] જ્ઞાનપૂજન અને ગુરુપૂજનની પેટી એક જ હોય છે, જેમાં બે ખાનાં પાડીને બે નામો લખેલાં હોય છે. આમાં એકની રકમ બીજામાં નંખાઇ જવાની શક્યતા ન રહે ?
જવાબ : જો તેવી શક્યતા જણાતી હોય તો બે સાવ જુદી પેટીઓ બનાવીને બે જુદાં જુદાં સ્થાનમાં મૂકવી જોઈએ.
સવાલ : [૭૦] જ્ઞાનખાતાની રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કયો હોઈ શકે?
આ જવાબ :જિનાગમો (પંચાંગી) લખાવવામાં અને સાધુ-સાધ્વીજીઓને તે ભણાવવા માટે અજૈન પંડિતોને પગારથી રાખવામાં આ રકમનો શ્રેષ્ઠઉપયોગ થયો ગણાય.
સવાલ : [૭૧] લહીઓ મળતા નથી તો “ઝેરોક્સ’ વગેરેની સહાયથી આગમાદિ ગ્રન્થોનું મુદ્રણ કાર્ય થઈ શકે ખરું ?
જવાબ : લહીઓ મળતા ન હોય તો તેની શાળા ચલાવીને તે તૈયાર કરવા જોઈએ. શ્રીમંતો જો ધનમૂચ્છ ઘટાડે તો આ કામ અશક્ય નથી. આજે પણ કેટલાક મુનિઓ આ કાર્યમાં પ્રેરક બને છે, અને યથાશક્તિ કામ થાય છે.
ઝેરોકસ એ મશીન છે, તેથી યન્સવાદને ઉત્તેજન મળે છે. વળી આ વસ્તુથી થતા મુદ્રણનું આયુષ્ય ઘણું હોતું નથી. જ્યારે વિધિસરની શાહી, કાગળ વગેરે જો તૈયાર કરાય અને લહીઆ પાસે લખાવાય તો તે ૭00 થી ૮00 વર્ષ સુધી ટકી જાય. જો કે લહીઆ દ્વારા લખાએલાનું શુદ્ધીકરણ-કાર્ય ખૂબ કપરું છે. પરંતુ સાધ્વીજીઓને તે શ્રુત-ભક્તિનું કાર્ય સોંપી શકાય ખરું.
છતાં જો કામચલાઉ રીતે, તાત્કાલિક “જ્ઞાન” ને ટકાવી દેવા માટે ‘ઝેરોકસ’ વગેરેનો આશ્રય લેવો પડતો હોય તો તે “અનિવાર્ય સમજીને કરવું, પણ તેને આવશ્યક તો નહિ જ માનવું.