________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૦૫
જો ઘણાબધા સાધુ-સાધ્વીજીઓ રોજ ૫૦ શ્લોક પ્રમાણે પ્રાચીન -૨હિત્ય લખે તો તે દસ વર્ષમાં લાખો શ્લોકનું લખાણ થઈ જાય.
સવાલ : [૭૨] જૈનધર્મનાં પ્રાણત્તત્વો બે છે : જિનમૂર્તિ અને જિનાગમ. તો જિનાગમોની દીર્ઘકાલીન અને નક્કર રક્ષાનો ઉપાય શું?
જવાબ : પોલાદી ધાતુની કેપ્યુલોમાં સમ્યજ્ઞાન ભરીને ધરતીમાં ૫૦ ફૂટથી વધુ ઊંડાઈએ ઉતારી દેવાથી રક્ષા થાય. ગમે તેવો બોમ્બમારો થાય તો ય મજબૂત તૈયાર કરાએલી ઊંડી ઉતારાએલી કેસૂલોને કોઈ હાનિ પહોંચે નહિ.
આથી પણ ઉત્તમ ઉપાય છે, જ્ઞાનને જીવનમાં સોંસરું ઉતારી દેવું, ભાવિત કરી દેવું.
ઉત્સર્ગ, અપવાદ, જ્ઞાન, ક્રિયા વગેરે સર્વ નયો જેનામાં આત્મસાતુ થયાં છે તે સુવિશુદ્ધ ચારિત્રધર મહાત્માઓની પેઢી દર પેઢી આગળ વધતી જે જ્ઞાનમયતા તે જ જ્ઞાનરક્ષાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે.
સવાલ : [૭૩] જ્ઞાનખાતાની રકમનાં પુસ્તકો શ્રાવકો વાંચી શકે ?
જવાબ : હા. વાંચી શકે, પરંતુ પુસ્તકના વાંચનથી થનારા ઘસારા બદલ જો તે વર્ષે એકાદ વાર યોગ્ય રકમ (નકરારૂપે) જ્ઞાન ખાતે લખાવે તો સુંદર ગણાય. બાકી તે પુસ્તકની માલિકી તો તે ન જ કરી શકે. જો કોઈ સાધુ-સાધ્વી તેને પુસ્તક રાખવા આપે તો તો તેણે પૂછી લેવું જોઈએ કે તે પુસ્તક જ્ઞાન ખાતાની રકમનું નથી ને ? ખરેખર તો મુનિઓએ તેવાં પુસ્તકો, જ્ઞાન ખાતાની રકમથી નહિ છપાવવાં જોઈએ, જેનું વેચાણ થઈ ન શકે; જે ઢગલાબંધ રૂપે જેને તેને આપવાં પડે, છેવટે જે પસ્તીમાં વેચાઈ જાય. આથી તેમને ઘણો મોટો દોષ લાગે છે.
સવાલ:[૭૪] જ્ઞાન ખાતાની રકમમાંથી ઉપાશ્રયના પાટ, પાટલા, સાધુને ઉપધિ વગેરે રાખવાનાં કબાટ લાવી શકાય ખરાં ?
જવાબ : હા, જ્ઞાનનાં પુસ્તકો જ ભરવા માટેનાં કબાટ વગેરે લાવી શકાય, બીજું કશું જ ભરવા માટે નહીં. બાકી તો ગૃહસ્થોની જ ફરજ છે કે તેઓ ધનમૂર્છા ઓછી કરીને ઉપાશ્રયની જરૂરિયાતો-પાટ, પાટલા વગેરે-પૂરી કરી આપે.