________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી થઈ શકે તેવું વિધાન થયું......હા આગળ જતાં એ જણાવ્યુ છે કે મોટા ઘરખર્ચ કરનાર વ્યક્તિઓ એ ઘરમંદિરની દેવદ્રવ્યની રકમમાંથી પી કરવી ઉચિત નથી કેમકે તેથી અનાદર-અવજ્ઞા વગેરે દોપો લાગે છે.
એટલે સાર એ આવ્યો કે ઘરમંદિરના માલિકને સંઘ માંદેડમાં ઘરમંદિરના દેવદ્રવ્યથી પૂજા કરવામાં કે સંઘમંદિરના દેવદ્રવ્યમાંથી પૂજા કરવામાં વૃથા જનપ્રશંસા તથા અનાદર-અવજ્ઞાદિ દોષો લાગે છે. પરંતુ, દેવદ્રવ્યાદિના ભક્ષણનો કે ઉપભોગનો દોષ લાગતો નથી. અને તેથી ૬ આવી વ્યક્તિઓને સ્વદ્રવ્યથી પૂજા કરવા માટે અથવા પૂજા દ્રવ્યમાં સારો ફાળો આપવા માટે ખૂબ જ ભારપૂર્વક ઉપદેશ-પ્રેરણા આપવા જોઈએ પરંતુ પૂજાનો નિષેધ ન કરી શકાય. પૂર્વે પણ દેરાસરોના કેસર સુખડ વગેરે નિભાવ માટેની લાગા રાખવામાં આવતા હાલમાં પણ ફંડ વગેરે કરવામાં આવે છે.
પદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરતા તેને તેવા પ્રકારનો ક્ષયોપશમ થતા તે સ્વદ્રવ્યમાંથી પૂજા જ માત્ર નહીં પરંતુ સ્વદ્રવ્યથી જિનમંદિરાદિના નિર્માણ કે જિર્ણોદ્ધાર કરનાર પણ બને છે.
સવાલ : [૬૫] તો પછી “વચ્ચેવ પૂના વાય' કહ્યું ત્યાં va (જ) કારથી અન્યદ્રવ્યનો નિષેધ ન આવે ?
જવાબ : પૂર્વે જણાવેલ છે તેમ આ પાઠ ઘરમંદિરના માલિક માટે છે, આમ છતાં અનેક ઠેકાણે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાના ઉપદેશ અપાય છે, પણ ત્યાં કયો શબ્દ કયા આશયથી વપરાયેલ છે તેને સમજવું જોઈએ. પુર્વ (જ) કાર કયાંક વિરચ્છેદ માટે હોય છે, કયાંક પ્રધાનતા બતાવવા માટે હોય છે. ગણધરવાદમાં બીજા ગણધર અગ્નિભૂતિના અધિકારમાં અગ્નિભૂતિને “પુસ્લપ વૃંદ્ર.......” વગેરે આ વેદવાકય મળ્યું તેથી તેમને પુર્વ એટલે આત્મા જ આ જગતમાં છે. તે સિવાય બીજુ કંઈ જ આ જગતમાં નથી એમ માનીને કર્મનો નિષેધ માન્યો. ભગવાન મહાવીર પરમાત્માએ જ્યારે તેમને સમજાવ્યું કે “પૂરૂપ વ....” માં
-કાર એ આત્માની પ્રધાનતા બતાવવા માટે છે, બીજા પદાર્થોના નિષેધ માટે નથી કેમકે બીજા પદાર્થોની સત્તાને બતાવનાર બીજા વેદ વાકયો છે. અગ્નિભૂતિ પરમાત્માની વાત સમજી ગયા અને કર્મના નિષેધની પોતાની માન્યતાને છોડી દીધી.
આવી જ રીતે અહીં ‘વદ્રવ્યર્થવ પૂના ” વગેરે પાઠો વ્યક્તિને ઉદ્દેશીને જિનપૂજાનું મહત્ત્વ બતાવવા માટેના છે. વ્યક્તિને આ રીતે ઉપદેશ