________________
100
ધાર્મિક વહીવટ વિચાર શી રીતે ઉચિત ગણાય ?
સવાલ : [૬૬] દેવદ્રવ્યની રકમમાંથી દેરાસરનો ભંડાર, પૂજાની સામગ્રી, પૂજારી વગેરેનો પગાર થઈ શકે ?
જવાબ : દેવને અર્પણ કરાએલું દ્રવ્ય તે દેવદ્રવ્ય છે; પછી તે મંડારમાં નાંખવારૂપ હોય, અષ્ટપ્રકારી પૂજાઓની ઉછામણીરૂપ હોય, સગ્નાદિકની ઉછામણી રૂપ હોય કે ભેટરૂપ હોય.
આ દેવદ્રવ્ય દેવસંબંધિત બધાં કાર્યોમાં વાપરી શકાય. તેના દ્વારાજિન-મંદિરોના જીર્ણોદ્ધાર થઈ શકે, નૂતન જિનાલયનું નિર્માણ થઈ શકે, તીર્થરક્ષાદિના કાર્યોમાં વકીલ વગેરેને મહેનતાણું આપવામાં થઈ શકે. તેમાંથી દેરાસરજીના પૂજારીને પગાર આપી શકાય, કેસર-બદામ, ઘી વગેરે સામગ્રી પણ લાવી શકાય,
હા, જો ધનવાન માણસો પોતાના દ્રવ્ય-સ્વદ્રવ્યથી આ બધું કરે તો ઘણું સરસ. એમ કરવાથી તેમને ધનમૂચ્છ ઉતારવાનો લાભ મળે. તેઓ આવા શકિતમાન છતાં ભાવનાવાન ન હોય, તેઓ દેવદ્રવ્યથી લાવેલા કેસર વગેરેનો ઉપયોગ કરીને પ્રભુપૂજન વગેરે કરવાના. આમાં તેમને પાપ લાગે તેમ ન કહેવાય. ઊલટું સમ્યગ્દર્શન નિર્મળ થાય કેમ કે - ભક્તિથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. તેમનાથી આ રીતે પૂજા થાય
જિ તેવું પણ ન કહેવાય. એટલું જરૂર કહેવાય કે તેમણે ધનમૂચ્છ ઉતારી નહિ તેથી તેમને લાભ ઓછો મળે. ધનમૂચ્છ ઉતારીને સ્વદ્રવ્યથી પૂજા વગેરે કયાં હોત તો લાભ ઘણો મળત.
| દ્રવ્યસપ્તતિકામાં’ એવો પાઠ જરૂર આવે છે કે જે ઘરદેરાસરનો માલિક હોય તેણે સંઘના મોટા દેરાસરમાં પૂજા કરવી હોય તો સ્વદ્રવ્યથી જ કરવી. જો તે ઘરદેરાસરમાં પ્રભુ સમક્ષ મૂકેલાં નૈવેદ્ય વગેરે-કે જે દેવદ્રવ્ય બની ગયાં છે તેનાથી પૂજા કરે તો લોકો તો એમ જ સમજે કે “ભાઈ કેટલા ઉદાર છે ? આવા સુંદર નિવેદ્યાદિથી પ્રભુ પૂજા કરે છે ?” આવી વાયકા દ્વારા એ ઘરદેરાસરના માલિકને ખોટો જસ મળી જવાનો દોષ લાગે. આથી તેવો જસ ન લેવા તેણે સ્વદ્રવ્યથી જ મોટા દેરાસરે પૂજા કરવી. (અહીં દેવદ્રવ્યના નૈવેદ્ય વગેરેથી તેણે પૂજા કરી તો ય તેને દેવદ્રવ્યના ઉપભોગનો દોષ જણાવ્યો નથી એ વાત ખૂબ સૂચક છે.)
કેટલાક ઘરદેરાસરવાળા અંગેના આ પાઠને સામાન્ય-સાર્વત્રિક