________________
ધાર્મિક વહીવટ વિચાર
ફોટા એવી રીતે દીવાલે એવી રીતે ફીટ કરવા જોઈએ જેથી પંખીઓ માળા ન કરી શકે.
સવાલ : [૧૦૭] સાધારણની આવક કરવા આજે ઘણે ઠેકાણે ટ્રસ્ટીઓ ઉપાશ્રયને લગ્નની વાડી વગેરે અનિષ્ટ કાર્યોમાં આપે છે, આ શું આપને યોગ્ય લાગે છે ?
જવાબ : ના જરાય યોગ્ય નથી. દરેક વસ્તુને ધનની દૃષ્ટિથી મૂલવાય
નહિ.
એક પવિત્ર સ્થાનનો અપવિત્ર બાબતો માટે ઉપયોગ કરાય તો તેમાં પ્રસરેલા પવિત્રતાના પરમાણુઓ વિખરાઈ જાય. એની અસરમાં ઝડપાએલા સાધુનું મગજ ખરાબ થાય. તે ગંભીર ભૂલ કરી બેસે. કદાચ મુનિ-જીવન પણ ખોઈ નાંખે લગ્નની વાડીના રૂપમાં ઉપયોગ કરવાથી થતી આવકની સામે આ કેટલું મોટું કદી ભરપાઈ ન થઈ શકે તેવું
મૈં દિલ્હીની પાર્લામેન્ટનો વિરાટ હોલ લોકસભા બેસવા સિવાયન
કોઈ ઉપયોગમાં લેવાતો નથી. બાકીના સમયમાં સાવ ખાલી પડી રહે છે. તે સમયમાં જો આ હોલ ભાડેથી દેવાય તો વર્ષે લાખો રૂ.ની આવક થાય પણ હોલનું ગૌરવ જાળવવા માટે આવકને જતી કરવામાં આવે છે.
૧૨૪
ઉપાશ્રયને વાડી તરીકે વાપરવામાં બીજાં પણ નુકસાનો છે. આગળથી વાડીનું જે દિવસનું બુકીંગ થયું હોય તે જ દિવસે જો કોઈ સાધુઓ આવી ચડે તો શું કરવું ? તેમને બીજે ઉતારવા ? લગ્નના જમણવાર આદિ ત્યાં થાય તો કીડી વગેરે જીવજંતુનો ઉપદ્રવ સદા માટે રહે.
ઉપર-નીચે ઉપાશ્રય-વાડી હોય તો તે પણ બરોબર ન ગણાય. વિજાતીય તત્વોના સાન્નિધ્યથી સાધુ કે સાધ્વીને બ્રહ્મચર્ય-વ્રત સંબંધમાં દોષ લાગવાની પૂરી શકયતા રહે.
ધર્મસ્થાન તરીકેનો ઉપાશ્રયનો મહિમા ગૌણ થઈને વાડીની આવક તરફ ટ્રસ્ટીઓની નજર બંધાએલી રહે. આથી સાધુઓનું સંભવિત આગમન મનમાં ખટકો પેદા કરે.
મને તો આમાં સરવાળે મોટો ભાગાકાર જણાય છે.