________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૨૫
જૈનોની જ્યાં વિશાળ વસતિ હોય ત્યાં જૈનોનું ગૌરવ હણાય નહિ તે માટે તેઓ સામાજિક કાર્યો માટે અલગ વાડી કરી શકે : કરતા દેખાય પણ છે. તેમાં જરૂર પડે ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે.
સવાલ : [૧૦૮] ઉપાશ્રયની દેખરેખ માટે રાખેલ જૈન ભાઈનો સાધર્મિક ખાતામાંથી પગાર આપી શકાય ?
જવાબ : હા, આપી શકાય. તે ભાઈ સીદાતો શ્રાવક હોય એટલે તેની તે રીતે સાધર્મિક-ભક્તિ પણ થાય. અને તે માણસ ઉપાશ્રયની સારસંભાળ કરવાનું કામ કરીને દામ લે એટલે એને પણ તેમાં પોતાનું ગૌરવ જળવાય. અને તેનો નિર્વાહ પણ થાય.
પાઠશાળા પ્રશ્નોત્તરી (૯)
સવાલ : [૧૦૯] ટી.વી. વગેરેના વાવાઝોડામાં પાઠશાળાઓ તૂટી છે : મરવાના વાંકે ચાલે છે. શું કરવું ?
મક જવાબ ઘેર ઘેર પાઠશાલા ઘેર ઘેર બા-શિક્ષિકાનો મૂળભૂત
:
-
તે શક્ય ન લાગતું હોય તો પાઠશાળા માટે-મોટો પગાર અને ઉત્કૃટ પ્રભાવના માટે-મોટું ફંડ કરવું. દર મહિનાના પગારના, દર માસની પ્રભાવનાના દાતાઓ મેળવવા.
‘સારા’ કોઈ મળતા નથી એ સાચી વાત છે, પણ તેઓ મરી પરવાર્યા પણ નથી. જો બહુ સારા પગારો આપવાની તૈયારી હોય અને બહુમાનપૂર્વક માણસને સાચવવાની તૈયારી હોય તો સારા શિક્ષકો અતિ દુર્લભ છતાં આજે પણ મળે. એ જ રીતે જો ભારેમાં ભારે પ્રભાવનાએક ગાથા ગોખે તેને એક રૂપિઓ, મહિનામાં પચ્ચીસ દિવસની હાજરીવાળાને દર મહિને વીસ રૂ., ત્રણ મહિને યાત્રાપ્રવાસ વગેરે જેવીરાખવામાં આવે તો બાળકો ટી.વી. ની ઐસીતેસી !'' કરીને એની મેળે પાઠશાળે દોડ્યા આવે.
દરેક સંસ્થાએ સમજી લેવું કે મોટા ફંડ વિના તે ચાલી શકશે જ નહિ.
સવાલ : [૧૧૦] દેવદેવતાના ભંડારમાંથી પાઠશાળા ખાતે ૨કમ વાપરી શકાય ?