________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૨૩ વર્ષે નવા દસ લાખ ગરીબો ઉત્પન્ન થશે ત્યારે તે જ વર્ષમાં સહાય કરવા દ્વારા માત્ર પાંચ હજાર ગરીબોને સુખી કરાશે. આનો શો અર્થ?
છતાં ય કહું છું કે પાંચ હજાર લોકોને સુખી કરવાનો યત્ન કરવો. બધાની શક્તિ ગરીબી ઉત્પાદક-ચક્રને અટકાવી દેવાની હોતી નથી. આવા અશક્ત લોકો પોતાના હૈયે કરુણા નામના ગુણનો વિકાસ થાય તે માટે પણ ગરીબોને સહાયક બને તે ઈચ્છનીય છે. ગરીબોને બેઠા કરવાનું કામ અતિ મુશ્કેલ છે. આ એટલો ઊંડો પડેલો ખાડો છે, જેમાં કેટલીય ધૂળ નાંખો તો ય પુરાય તેમ નથી. પરંતુ પોતાનો કરુણા ગુણ કરમાઈ ન જાય; સદાલીલો છમ રહે તે ખાતર પણ યથાશક્ય ગરીબોને મદદગાર બનવું તો જોઈએ જ.
જો આવું ન કરાય તો ધર્મ કરનારા, ધર્મમાં જ પૈસા ખર્ચનારા પુણ્યવાનું, ધનવાન લોકો લોકનજરે ચડી જશે. તેમના ધર્મની પુષ્કળ નિંદા થવા લાગશે. આ નિન્દાના નિવારણ ખાતર પણ દીનદુ:ખિતોની અનુકંપાકશોય રભેદભાવ રાખ્યા વિના પુણ્યવાનું ધર્મી લોકોએ અવશ્ય કરવી જોઈએ.
પૌષધશાળા - પ્રશ્નોત્તરી (૮) સવાલ : [૧૦૫] વૈયાવચ્ચની રકમમાંથી વિહારના નિર્જન રસ્તાઓમાં બનાવાયેલા ઉપાશ્રયમાં જરૂરી ડોલ, પરાત વગેરે ખરીદી શકાય ?
જવાબ : હા, તેમાં કોઈ વાંધો જણાતો નથી. તેનો ઉપયોગ માત્ર સાધુ-સાધ્વીજીઓ પૂરતો થાય તેની કાળજી કરવી જોઈએ. દાનપ્રેમી ગૃહસ્થો આવો લાભ લે તો તે પહેલો વિકલ્પ.
સવાલ : [૧૦૬] ઉપાશ્રયના નીભાવની યોજના માટે સાધુના ઉપાશ્રયમાં બેનોના ફોટા કે સાધ્વીના ઉપાશ્રયમાં ભાઈઓના ફોટા શું યોગ્ય છે ?
જવાબ : સામાન્યતઃ સાધુ-સાધ્વીઓને ઊતરવાના ઉપાશ્રયોમાં ગૃહસ્થોના ફોટા જરા પણ યોગ્ય નથી. છતાં ફોટા મૂકવા જ પડે તો સાધુઓના ઉપાશ્રયમાં પુરુષોના અને સાધ્વીજીઓના ઉપાશ્રયમાં બેનોના ઉચિત વેષપૂર્વકના મૂકવા.