________________
ચાંદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૩૩
આ સિવાય અનુકંપા ખાતે રકમ જમા કરાવી હોય તો “અનુકંપા’’ અંગેનું ખાસ ફંડ જ કરવું પડે. અનુકંપા-જીવદયા ખાતાની રકમો બીજા કોઈ પણ ખાતામાં ન જઈ શકે.
જીવદયા પ્રશ્નોતરી સવાલ : [૧૨૫] પાંજરાપોળમાં થતી જીવદયા બરોબર છે ? જવાબ : વારંવાર પડતા દુષ્કાળો, સરકારની અણમાનીતી સંસ્થા પાંજરાપોળ (માનીતી સંસ્થા ગૌશાળા), શ્રીમંતોનો વધેલો વિલાસ અને સ્કૂલ, હૉસ્પિટલો વગેરે તરફ વહેવા લાગેલો દાનનો પ્રવાહ, તેમની ઘટી ગએલી જીવદયાની રુચિ, કામ કરનારા માણસોની વર્તાતી સતત ખેંચ, પાણીની પુષ્કળ તંગી વગેરે અનેક કારણોસર અબોલ પશુ-પંખી, પ્રાણીઓની જીવદયાનું કામ ખૂબ વિકટ બન્યું છે.
છે કે આમ સંસ્થાઓની પરિસ્થિતિ તર ક નજર કરતાં મને વિચાર આવે
(૧) પાંજરાપોળો, (૨) પાઠશાળાઓ, (૩) ભારતીય જીવન.
-
શ્રાવક-શ્રાવિકાઓના સંઘની હાલત તો આજે જ અત્યન્ત વિષમ બની છે. અર્થ અને કામ તરફની તેમની આંધળી દોટના લીધે આ સંઘે પોતાના દેશવિરતિ ધર્મનું અસ્તિત્વ છેલ્લા શ્વાસ લેતું કરી મૂક્યું છે. ખેર...આ બધું છેલ્લે તો નિયતિને આધીન છે.
બાકી પાંજરાપોળોમાં જે જીવદયા કરાય છે તેમાં જીવોની દયાનો ઉદ્દેશ તો ખરો જ, પરન્તુ તેની પાછળ મુખ્ય હેતુ તો પોતાના કરુણા નામના ગુણને જીવતો રાખવાનો, ખૂબ ધબકતો કરી દેવાનો છે. બીજા જીવોની રક્ષા થાય પણ ખરી, ન પણ થાય, પરન્તુ તેમની રક્ષા કરવાના કાર્યમાં સ્વગુણ-કરુણા-ની રક્ષા તો અચૂક થાય. આ રીતે ‘કરુણા’ ગુણ તૈયાર થઈ જાય તો તેનો માલિક પોતાનાં માબાપ, પત્ની (કે પતિ), સંતાનો, નોકરો-વગેરે પ્રત્યે કદી ક્રૂર કે કઠોર બની શકશે નહિ. નાનકડા બકરાની, બોકડાની, કે ભૂંડ વગેરેની દયાનો આ મસમોટો લાભ છે. એથી એ આદમીનો સંસાર સ્વર્ગીય બની રહે છે.
‘જે આપો તે પામો’ એ ન્યાયે જીવોને પ્રેમ આપનારાઓને સહુ સગાંવહાલાંદિ તરફથી સદા પ્રેમ મળતો રહે છે.