________________
૫૦
ધાર્મિક વહીવટ વિચાર “અનુકંપા એ ધર્મ નથી” - એવા ભ્રમમાં ધર્મી લોકો ફસડાઈ ન પડે તે માટે દરેક તારક તીર્થંકરદેવના આત્માઓ દીક્ષા લેવા પૂર્વે એક વર્ષ સુધી રોજ અઢળક દાન, દીનઃદુખિતો વગેરેને કરે છે.
જીવદયા ખાતું (૧૪) અબોલ પ્રાણીઓને કતલમાંથી બચાવવાથી માંડીને તેમને ઘાસચારો આપવા સુધીનાં કાર્યો તથા તેમની રક્ષા વગેરે માટે ઉપાડાતી ઝુંબેશ કે પ્રચારકાર્ય તથા તેમના હિત માટે લડાતા કોર્ટના કેસો વગેરે જીવદયાનાં કાર્યો કહેવાય.
પશુઓને મરણાન્ત કષ્ટમાંથી ઉગારવા રૂપ અભયદાનમાં જીવદયાની રકમ વપરાતી. પરંતુ હવે તો ઉપર જણાવેલાં કાર્યોને પણ પ્રધાનતા આપવી એ દેશ-કાળના હિસાબે વિશેષ જરૂરી લાગે છે.
બેંકોમાં જમા થતી રકમ હિંસક કાર્યોમાં જ વપરાતી હોવાથી શક્ય હોય ત્યાં સુધી કાયમી તિથિયોજના ન કરવી. વળી જીવો મરતા હોય કે ઘાસચારાદિ વિના ટળવળતા હોય ત્યારે જીવદયાની મૂડી બેંકમાં રાખી શકાય નહિ. એથી તે જીવોની ઉપેક્ષાજનિત હિંસાનું પાપ લાગે. એટલે જીવદયાની રકમ પણ એક દિવસ માટે બેંકમાં જમા રાખવી ઉચિત નથી.
જ્યાં જરૂર હોય ત્યાં- પાંજરાપોળ વગેરેમાં તાબડતોબ મોકલી દેવી જોઈએ. તે રકમને બેંકમાં કાયમ રાખીને તેના વ્યાજમાંથી જ જીવદયાનું કાર્ય કરવાની ભાવનાવાળા લોકો જૈનધર્મના તત્ત્વોને બિલકુલ સમજ્યા નથી એમ કહેવું પડે.
બને ત્યાં સુધી કાયમી રકમ રાખી વ્યાજ વાપરવાની શરતે દાન આપવાને બદલે તાત્કાલિક વપરાઈ જાય એ રીતે દાન કરવાનો વિવેક રાખવો જોઈએ. પરંતુ ક્યાંક સંયોગવશાત્ મોટી રકમ કોઈ એવી શરતે આપે તો તે રીતે પણ કરવું પડે તો કરી શકાય.
અબોલ પશુ-પંખી આદિની જે દયા તે જીવદયા કહેવાય. આ ખાતે ભેટ વગેરે રૂપે મળતી રકમ અહીં જમા થાય અને તેનો ખર્ચ જીવદયાનાં કાર્યોમાં, તે માટે જરૂરી મકાનોનાં બાંધકામોમાં થાય.
જીવદયાનું સૌથી મોટું કાર્ય તેવા જીવોને અભયદાન હોવાથી સામાન્યતઃ જીવોને કતલખાનેથી છોડાવવા તરફ સહુનું લક્ષ વધુ હોય