________________
ધાર્મિક વહીવટ વિચાર છે. આ વાત બરોબર છે. પણ આની સાથે પાંજરાપોળો તરફ પણ લક્ષ કરી શકાય. હા...પાંજરાપોળો જો મહાજનોની સીધી અને સક્રિય દેખરેખ નીચે રહે : નોકરશાહીને સોંપાય તો જીવો અર્ધભૂખ્યા રહીને છેલ્લે રિબાઈને મરી પણ જાય. આ પાંજરાપોળ સંસ્થાઓની પાછળ સૌથી મોટો ભય છે. આ સંસ્થા સદા પૈસા ખાતી સંસ્થા છે. તે કદી પૈસા દેતી-કમાવી આપતી - સંસ્થા નથી. એટલે રોજના હજારો રૂ. તેના માટે તૈયાર રાખવા પડે. ભલભલા કાર્યકરો ફાળો કરીને થાકી જાય. આથી જ ઢોરોને ઓછો ઘાસચારો અપાતાં તે ભૂખ્યાં રહીને છેલ્લે મરી જાય. આવું ન થાય તેની કાળજી કાર્યવાહકોએ રાખવી જોઈએ.
પાંજરાપોળમાં આવક ઊભી કરવા માટે તેને સારી દુધાળી ગાયોની ગૌશાળા બનાવવાની ઇચ્છા વહીવટદારોએ કદી કરવી નહિ. એમ થશે તો બકરાં-ઘેટાં, ભૂંડ, હરણ, સાપ વગેરેની રક્ષા કરવાની સરિઆમ ઉપેક્ષા થશે. જૈનોનું મહાજન આવો પક્ષીય વિચાર કદી ન કરે. અલગ ગૌશાળા કરવી હોય તો જુદી વાત.
હજી એટલું થઈ શકે કે પાંજરાપોળો પાસે જો ફાજલ જમીન હોય તો તેનું બીડ થાય. તેમાં ઘાસચારાદિનું ઉત્પાદન લેવાય, જેથી તે આવક પાંજરાપોળને ટકાવવામાં ખૂબ ઉપયોગી બને. કદાચ પાંજરાપોળ સદાની સ્વાવલંબી બની જાય.
માંદા પડતાં ઢોરો માટે દરેક પાંજરાપોળ પાસે પશુ-ડોક્ટર હોવો અત્યન્ત આવશ્યક છે. ઢોરોની સારામાં સારી માવજતનું જ્ઞાન હોવું પણ ખૂબ જરૂરી છે.
નબળાં ઢોરો જેમ જેમ તગડાં થતાં જાય તેમ તેમને સારા ખેડૂતોને બોન્ડ લેવા સાથે; પૂરતી કાળજી-ખાતરી સાથે-જો સોંપાતાં જવાય તો તેટલો બોજ ઘટે, અને નવા ઢોરો લેવાની ક્ષમતા મળે.
ભારત સરકાર આવી પાંજરાપોળને લાંબો સમય મદદ કરતી રહીને જીવવા દેશે કે કેમ ? તે સવાલ છે. મહાજનો વિના આ કપરું કામ વિશ્વનો કોઈ પણ માણસ કરી શકે એમ નથી.
નાનકડી જૈન કોમ, ભારતની ખૂબ સુખી કોમ હોય તો તેનાં મુખ્ય કારણો બે જણાય છે. પાંજરાપોળોમાં નિઃસ્વાર્થભાવે પ્રાણીપાલન અને