________________
પરિશિષ્ટ-૨
૧૯૭
કે ભોજન વસ્ત્રની આવશ્યકતાથી અધિક જે કાંઈ ધન મને મળશે તે બધું દેવદ્રવ્ય થશે. જે રીતે ચૈત્યના ઉપયોગમાં આવશે એ રીતે (એનો ઉપયોગ) કરીશ. આ અભિગ્રહથી થયેલા પુણ્યના અચિન્ય મહિમાથી એનો વૈભવ વધવા માંડ્યો. એ જોઈને અત્યંત પ્રમુદિત થયેલા તેનાં શુભ-શુભતર અતિશયિત પરિણામો ઊછળવા માંડ્યાં. આ ઊછળતાં પરિણામોથી રોમાંચિત થયેલો તે જિનમંદિરમાં સ્નાત્ર-પૂજા બલિવિધાન કરે છે, અઢાઈ મહોત્સવો કરાવે છે, અક્ષયનિધિઓ કરાવે છે, જીર્ણોદ્ધાર કરાવે છે.
દેવદ્રવ્યના ભક્ષણથી થયેલ પાપના નાશ માટે સંકાશ શ્રાવકે ‘શેષ બધું દેવદ્રવ્ય થશે.” એવો અભિગ્રહ લીધો છે. એટલે એ બધું દેવદ્રવ્ય થઈ જ ગયું, તેમ છતાં એમાંથી પૂજા-મહોત્સવ વગેરે કરાવ્યાં છે. એ એમાં સ્પષ્ટ છે. - સામા પક્ષની આ પાઠો અંગે આવી માન્યતા છે કે... “આ પાઠો પૂજાની વિધિના નિરૂપણ માટે અપ્રસ્તુત છે. આ પાઠો તો ખરેખર દેવદ્રવ્યનો મહિમા, વિવિધ પ્રકારનાં પૂજા, મહોત્સવ, સ્નાત્ર, યાત્રાદિ નિમિત્તે અલગ અલગ મૂકેલા અને દેવભક્તિ નિમિત્તક હોવાથી દેવદ્રવ્ય તરીકે ઓળખાતા તે તે પ્રકારના દેવદ્રવ્ય દ્વારા નિષ્પન્ન થતાં પૂજા, મહોત્સવ, યાત્રાદિ કાર્યોથી થતી શાસનપ્રભાવના અને તેથી તેવા તેવા પ્રકારની દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું શ્રાવકનું કર્તવ્ય દર્શાવનાર છે.”
આ માન્યતા અંગે વિચારણા....(૧) આ પ્રસ્તુત લેખમાં “પૂજાની વિધિનું નિરૂપણ થઈ રહ્યું નથી કે એમાં વિધિ તરીકે આ પાઠો મૂકવામાં આવ્યા નથી.” એ તો જે સુજ્ઞ હોય તેને સ્પષ્ટ જ છે. પૂજાની વિધિના નિરૂપણ માટે આ પાઠો મૂક્યા જ નથી પછી ‘પૂજાની વિધિના નિરૂપણ માટે અપ્રસ્તુત છે” એવું કહેવાની કોઈ જરૂર જ રહેતી નથી. આ પાઠો તો એવું જણાવવા માટે મૂક્યા છે કે “દેવદ્રવ્યથી પૂજા વગેરે ન જ થાય એવો એકાન્ત ખોટો છે, કારણ કે દેવદ્રવ્યથી પણ પૂજા વગેરે થઈ શકે છે એવું આ શાસ્ત્રપાઠો સ્પષ્ટ ફલિત કરે છે.” બાકી ‘દ્રવ્યસપ્તતિકાનો
સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ’ એ પાઠ પણ વ્યાપક રીતે પૂજાની વિધિનું નિરૂપણ કરવા માટે નથી એ આ લેખમાં અન્યત્ર સ્પષ્ટ કર્યું છે.