________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૫૫
રાજ સર્વત્ર આવી રહ્યું છે. આ સ્થિતિમાં સમગ્ર ધર્મતંત્ર સંકટગ્રસ્ત છે. તેનું શાસ્ત્રાધારિત સંચાલન લગભગ મુશ્કેલ બની જવાનું છે. આજે જ જુઓ દેવદ્રવ્યની સંપત્તિ બેંકો દ્વારા માછીમારોને, બતકાં-કેન્દ્રોને, ભૂંડઉછેર કેન્દ્રો વગેરે અતિ હિંસક ક્ષેત્રોમાં બેફામ વપરાઈ રહી છે. કો જૈન, કર્યું મહાજન, આ વિષયમાં પડકાર ફેંકી શકે છે ? રાજા નથી, રાજ્ય નથી, તન્ત્ર નથી, ન્યાય નથી. ક્યાં ધા નાખવી ? એ જ મોટો સવાલ છે.
કાળની રાહ જુઓ. સાનુકૂળ પલટો આવશે એવી આશા છે. ચારે? તેની ખબર નથી.
બાકી હિંમત હાર્યા વિના સહુ ધર્મપ્રેમીઓએ જે કાંઈ બની શકે તે કામ કરતા રહેવું જોઈએ.
www.yugprechan.com