________________
પરિશિષ્ટ-૨
૨૧૩ દેવદ્રવ્યમાંથી બનાવાતાં હોવા છતાં હજારો-લાખો સ્વદ્રવ્યના ખર્ચીને હીરાસોના-ચાંદીના દાગીના બનાવરાવી શ્રાવકો પ્રભુજીને અર્પણ કરે છે.
જ્ઞાનદ્રવ્યમાંથી અનેક ગ્રન્થો છપાતા હોવા છતાં એના પ્રકાશનનો હજારો રૂપિયાના સ્વદ્રવ્યથી લાભ શ્રાવકો આજે પણ લે છે.
લગભગ દરેક દેરાસરોમાં સંઘ તરફથી કેસર-સુખડ વગેરેની વ્યવસ્થા હોય છે. તેમ છતાં સ્વદ્રવ્યથી પૂજા કરનારા હજારો શ્રાવકો છે અને પૂજા કરતાં કરતાં ભક્તિભાવ વગેરેમાં વૃદ્ધિ થવાથી તેમ જ મહાત્માઓના ઉપદેશ વગેરેથી સ્વદ્રવ્યથી પૂજા કરનારાઓની ટકાવારીમાં વધારો પણ થતો જાય છે.
સાધારણખાતામાંથી કેસર વગેરેની વ્યવસ્થા અંગે “સ્વદ્રવ્યથી પૂજા કરનારા ઘટી જશે' વગેરે ભય દેખાડવો નહીં અને જ્યાં એ પણ શક્યતા ન હોય તેવા કો'ક સ્થળે દેવદ્રવ્યમાંથી એ વ્યવસ્થા કરવામાં આવે તો આ ભય દેખાડવો એ કેટલું વ્યાજબી છે ?
બાકી તો આજે વિષમકાળમાં પણ, જે શ્રાવકસંઘ, પ્રતિવર્ષ પ્રભુ પ્રત્યેની ઊછળતી ભક્તિથી ચઢાવા વગેરેમાં કરોડો રૂપિયાનો વ્યય કરે છે એ શ્રાવકસંઘ માટે, કો'ક એવા ગામડા વગેરેમાં દેવદ્રવ્યમાંથી કેસર વગેરેની વ્યવસ્થા કરવામાં આવે એટલા માત્રથી, “શ્રાવકોને દેવદ્રવ્યના મફતિયા માલથી પ્રભુપૂજા કરવાની ટેવ પડી જશે અને એમાં પોતાના પ-૨૫ રૂપિયા ખર્ચવાના બંધ કરી બચાવી લેવાની વૃત્તિવાળા તેઓ બની જશે” એવી કલ્પના પણ શી રીતે થઈ શકે એ એક પ્રશ્ન છે. જેઓને આવી કલ્પના થતી હોય તેઓએ પક્ષપાત મૂકીને મધ્યસ્થતાથી આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે એવું શું નથી લાગતું ?
(૬) “રોજે રોજ કેસર-સુખડ વગેરેનો દેવદ્રવ્યમાંથી વપરાશ થશે તો દેવદ્રવ્યની ખૂબ હાનિ થશે.' ઇત્યાદિ દલીલ પણ ખોટી છે. પહેલી વાત તો એ છે કે આ દેવદ્રવ્યની હાનિ છે કે સદુપયોગ ? જે દ્રવ્ય જે પ્રયોજનથી એકઠું કરવામાં આવેલું હોય તે દ્રવ્યનો ઉચિત વ્યવસ્થાપૂર્વક તે પ્રયોજનમાં ઉપયોગ કરવામાં આવે એને પણ જો ‘હાનિ' નાશ કહેવાનો હોય તો તો જીર્ણોદ્ધાર વગેરેમાં દેવદ્રવ્યનો ઉપયોગ એ પણ દેવદ્રવ્યના નાશ સ્વરૂપ બની જશે. કારણ કે દેવદ્રવ્યની વૃદ્ધિના પ્રયોજન તરીકે જિનપૂજા