________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) હતા. એને માત્ર પાંચ વર્ષ રાજ્ય ચલાવ્યું, ત્યાં એક બનાવ તેની જીંદગીને અમર રાખે તે બન્યું હતું. અને તેથી જ આજે ઉન્નડ જામ પ્રાતઃસ્મરણીય થયા છે એ હકીક્ત નીચે મુજબ છે.
ઉન્નડજીના પાટવી કુંવર તથા તેના દસેંદી ચારણનો દીકરે એ બન્ને જણ એકજ નિશાળે ભણતા હતા તેમાં ચારણને દીકરે પ્રથમ આવી કુંવરની બેઠકે બેસી ગયો કુંવરે નિશાળમાં આવી પોતાની ગાદી પર તેને બેઠેલો જોઈ ત્યાંથી ઉઠી જવા કહ્યું, પરંતુ ચારણના દીકરાએ કહ્યું કે હું તમારા પહેલાં આવ્યો છું માટે તમારાથી નીચે નંબરે નહિ બેસું; કુંવરે તેનો હાથ ઝાલી ઉઠાડવા માંડયું. આ લડાલડીમાં ચારણના દીકરાએ કુંવરના માથા ઉપર લાકડાની પાટી (સ્લેટ) નો ઘા કર્યો, તે ઘા મર્મસ્થાનમાં લાગવાથી રાજકુંવર ત્યાંજ મૃત્યુ પામ્યા. આ વાતની જામશ્રી ઉન્નડજીને ખબર થતાં અવે અમીર ઉમરાવે ભેગા થયા કેઈકહે કે એ ચારણના દીકરાને (તલવારની) ધાર તળે કાઢી નાખે, કેઈએ મત આપ્યો કે તેના કુટુંબને ઘાણીમાં ઘાલીને પીલે; ત્યારે જામશ્રી ઉન્નડજીએ કહ્યું કે “કેઇએ ન કર્યું હોય તેવું મારે એ ચારણ માથે કરવું છે” તમે સહુ આ કુંવરની દાહ ક્રિયા કરી આવો. સર્વે દાહ ક્રિયા કરી આવ્યા પછી જામે કચેરી ભરી હુકમ કર્યો કે,” ચારણના દીકરાને તેને બાપ દાગીના કપડાં પહેરાવી આહીં તેડી લાવે હુકમ મુજબ માણસે જઇને તે ચારણને કહ્યું, ચારણે છોકરાને પાંછાટીએ” બાંધી (પછવાડે હાથ બાંધવા તે) તેના મોઢામાં ઘાસનું તરણું દઈ કચેરીમાં તેડી આવ્યો? એ જોઈ જામ શ્રી ઉન્નડે ઉઠી તેના મોઢામાંથી ઘાસ કઢાવી નાખી બાંધેલ હાથ છોડાવી પિતાના હાથથી સિંહાસન ઉપર બેસાડી પોતે પિટલીય (પાણીની સીધી બતક) ઝાલી સિંહાસન વાંસે ઉભા રહી સર્વ અમીર ઉમરાને કહ્યું કે, “આની સલામ કરે આજથી સીંધને ધણું આ છે. આ છોકરા સાથે મારા કુવરને ગાદીએથી નહિ ઉઠવા તકરાર હતી તેથી મારે સિંધની રાજ્ય ગાદી હવે અગ્રાહ્ય છે” આ હકીક્ત વિશે એક પુરાતની દુહો છે કે.
/ કુદો . पाण पोटलीयो झलीयो, चारण कीयो दीवान
उन्नड मोहले आवीयो, सामोइरो सुलतान ॥ १ ॥ ઉપરના બનાવથી સમગ્ર કચેરી આશ્ચર્ય પામી, પરંતુ તે દીકરાના બાપે (દસોંદી ચારણું) જામ ઉન્નડજીને વિનવીને કહ્યું કે “અમને રાજ્ય ન જોઈએ, કોઈપણ સમયે ચારણે એ સ્વતંત્ર થઈ રાજ્ય કર્યું નથી. સદાકાળ રાજપુતોના શામધમી રહ્યા છે, વળી આવા ગેઝારા કામમાં અમે એવું દાન લઈ રાજા થવા ઇચ્છતા નથી, છોકરબુદ્ધિમાં તેના હાથના નિમિતે તેમ થયું એના બદલામાં આપશ્રીએ ખુનને બદલે ખુનથી નહિ લેતાં મારા દીકરાને જે જીવિતદાન