________________
જામનગરના ઇતિહાસ. (દ્વિતીય કળા)
૩૫
(નાગર બ્રાહ્મણા વગેરે) બેઠા હોય, ત્યાં તખ્ત ઉપર બીરાજેલા રાજાને પેાતાના જમણા હાથની ટચલી આંગળીના લાહીનું ટીલુ' કરી જાય છે.
માતંગદેવની ઉત્પતિ
એ માતંગદેવ વિષે એક એવી કથા છે કે એક મંત્ર શાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને ચાર પુત્રો હતા તેઓએ તેના પિતાની હૈયાતીમાં થાડા ઘણા અભ્યાસ કરેલા હતા તેના પિતાના મૃત્યુ પછી એક છેાકરો મત્ર અને જ્યાતિષ વગેરેના તમામ પુસ્તકાની ચારી કરી ભાગ્યા, તેના ત્રણ ભાઇઓને તે ખર થતાં, તેની પાછળ દાડ્યા તેથી તે છેાકરો કોઇ એક ગામની બહાર આવેલા ઢેઢવાડામાં ગયા. ત્યાં શરણે આવ્યો છું સતાડા” એમ કહેતાં એક મેઘવાળે ઘરમાં તેની કુંવારી દીકરી સુતી હતી, તેના સાથે જઇ સુઈ જવા કહ્યું, તેણે તેમ કર્યું”, મેઘવાળ મ્હાર સુતા અર્ધીક રાત્રી વિતતાં તેના ત્રણે ભાઇઓ પગેરૂ લઇ ત્યા આવી તપાસ કરવા લાગ્યા, અને તે મેધવાળને પુછતાં તેણે જણાવ્યું કે આંહી કાઇ અજાણ્યું. માણસ નથી માત્ર ઘરમાં તેની દીકરી અને જમાઇ બન્ને સુતાં છે, એમ કહેતાં તેઓ ચાલ્યા ગયા, સવારે ઉઠી બ્રાહ્મણ ચાલવા લાગ્યા, ત્યારે તે મેઘવાળે તે બ્રાહ્મણને કહ્યું કે, “કુંવારી દીકરીને તે... આળ ચડાવ્યું, માટે તેને પરણતા જા” તેથી તે બ્રાહ્મણે તેમ કર્યુ, ઘેાડા સમય વિતતાં તે મેઘવાળકન્યાને ગ રહ્યો, અને પ્રસવના સમય થતાં બ્રાહ્મણે પાતાના પુસ્તકમાં જોયુ, તે પુત્ર આવશે તેમ જણાયુ; પણ ચાર ઘડી પછી પુત્ર જન્મે તેા મહા પ્રતાપી ભવિષ્ય વેત્તા થાય, તેવું જણાયાથી તેને દાઇને ખેલાવી સ્રીના બન્ને પગાને તંગ બંધાવી (રસીથી ધાવી), ચાર ઘડી ગયા પછી એ તંગ છેડ્યો એટલે પુત્રના પ્રસવ થયા, તે પુત્રની માને તંગ બાંધ્યા હતા તેથી તેનુ નામ “માતગ” પાડયું, અને એજ માતંગ દેવે. જામ ઉન્નડજીને ગાદીએ બેસારી ટીલુ કરી વચન આપ્યું કે “મારા વંશજોના હાથથી તમારા વશો જ્યાંસુધી ટીલું કરાવશે ત્યાંસુધી તમારા વંશમાંથી રાજ્યગાદી જો નિહુ” ત્યારથી જામ ઉન્નડના વંશજો તેને દેવ તરીકે
માનવા લાગ્યા.
(૧૫૦) ૧૩ જામ ઉન્નડ (શ્રીકૃ. થી ૯૫મેા) (વિ. સ. ૯૮૬ થી ૯૯૧)
જામ ઉન્નડ ધર્માત્મા તેમજ મહાદાનેશ્વરી અને પરાક્રમી રાજા હતા, અત્યારે કાઇ દાનેશ્વરી રાજાને કવિ ઉપમા આપે ત્યારે ઉન્નડજીના અવતાર કહી ખીરદાવે છે ઉન્ડજીએ સિંધ સામની ગાદીએ બેસી ઘણાં પરમાર્થ કાર્યા કરેલાં છે, એકતા જામ લાખાપુરારાના પરાક્રમી અંશ અને મહા પતિવ્રતા શુદ્ધ ક્ષાત્રાણી ગાડાણીની ભાળ કેળવણીથી ઉન્નડજી નાનપણથીજ પ્રજાપ્રિય થયા