________________
૩૪
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ ) પ્રકારના મસાલા નાખી ખુબ કઠી પિતાના હાથથી લાખાઘુરારાને અનુકૂળ આવે તેટલું દરરેજ પાવું શરૂ કર્યું. આમ ધીમે ધીમે લાખો એ તમામ દુધ, ચોવીસ કલાકમાં પી જતો અને તે પછી શાન્તિથી ઉંઘ લેતો. રાણી સિવાય બીજું કઈ પાસે જતું નહિં રાજનું તમામ કામ મેડ ચલાવતો જેથી લાખાને લેશ પણ ચિંતા ન હતી, અને રાહુ સાથે વાર્તાવિનોદમાં કાળક્ષેપ કરતો આમ ચાલીસ દિવસના પ્રાગે લાખો પલંગમાંથી ઉઠી મહેલમાં ફરવા લાગ્યો દીવામાં દીવેલ પુરવાથી જેમ તીમાં તેજ વધે તેમ ધીમે ધીમે શકતી આવવા લાગી રાણ બહુજ પ્રવીણ હતી જેથી છ માસે એજ દુધના પ્રયોગે જામ લાખાને નવવન પ્રાપ્ત કરાવ્યું; એટલુંજનહિં પરંતુ તમામ ધેળાવાળ ખરી જતાં કાળા વાળો આવ્યા, ચામડીમાં લાલાશ આવી, નવું લેહી ભરાતાં લાખો પ્રથમ હતો તેજ તાકાદવાળો થતાં મહેલમાં ખોખાં માર્યો (ધુરમારી) તે તમામ શહેરમાં સંભળાઇ તેથી વસ્તી મહેલ નીચે દર્શને આવી, તે દહાડે દશેરા હેવાથી યુવરાજકુંવર મોડ, સ્વારી સછ સમી પૂજનમાં જતો હતો એ જોઇ લાખે પિતાને ઘેડ માગે, ઘડે આવતાં હથીયાર કપડાં સજજ કરી ઘોડા પર સ્વાર થઇ સાથે સ્વારીમાં ગયા, રાષ્ટ્રગેડ, પણ રથમાં બેસી સાથે ગયાં, પૂજન કરી પાછા વળતાં, જામ લાખાને ઘોડાને દોડાવી વડની ડાળે હીંચકે ખાવા મન થયું, ગેડરાણીએ એ બનાવ નજરે જોયા પછીજ ગ્રહસ્થાશ્રમને આરંભ કરવા નક્કી કરેલું હોવાથી લાખે દોડતે ઘેઓ વડની ડાળી ઝાલી એક હીંચકો ખાઈ જુવાનની માફક સ્વારીમાં આવી મળી ગયે, રાણીએ તે નજરે જઈ સાંભળેલી કિર્તી આજ સત્ય જાણું, તેના હર્ષનો પાર રહ્યો નહિ, અને એ દિવસથી લાખા સાથે આનંદ, વૈભવ, ભેગવવા લાગી એ ગોડરાણીથી જામ લાખાને ઉનડ, જેહ, કુલ, અને મનાઈ, એમ ચાર કુંવરે ઉત્પન્ન થયા હતા.
પિતાની ભાવી જીવન સખીને જામ લાખે પતિ થયે, એથી કનેજચાવડાની વેર વૃત્તિ ઉદીત થઈ, અને તેને શાંત કરી વેર વાળવા કાબુલના બાદશાહની મદદ લેવા ગયે, તેથી બાદશાહ સુલતાનશાહ મેટું લશ્કર લઇ સિંધ ઉપર ચડી આવે, પણ લાખે ઘુરારે તેને હરાવી કાઢયે, આ યુદ્ધ પ્રસંગે એક મેઘવાળ-બ્રાહ્મણે તેને એક અજંત્ર બનાવી આપેલ તે તેણે નિશાનમાં બાંધ્યું અને તેથી તેને વિજય મળે એવી શ્રદ્ધાથી એ બ્રાહ્મણને તે દેવ તરીકે માનવા લાગ્યો અને તેનું પૂજન કરી કહ્યું કે “મારા વંશજે પણ તમારા વંશજેને દેવ તરીકે માનશે? તેમજ ગડરાણીના કહેવાથી “ઉન્નડના વંશજોજ ગાદીપતી થાય એવું વરદાન તે બ્રાહ્મણ (માતંગદેવ) આગળ માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, “ગાદીએ બેસતી વખતે જે મારા વંશજોના હાથથી ટીલું, કરાવશે તો જામ ઉન્નડના વંશમાંથી ગાદી જશે નહિ.” ગોડરાણીએ તે વાત કબુલ કરી. લાખા ઘુરારાની હૈયાતીમાંજ ઉન્નડજીને નગર સમૈની ગાદીએ બેસાર્યા, અને એ માતંગદેવને હાથેજ ટીલું કરાવ્યું હજી પણ કચ્છના રાવશ્રીને, એ માતંગદેવના વંશજો ભર કચેરીમાં