________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન
માન્યતાને શુદ્ધ કરે તેવા આત્માના પરિણામ આવવા દે, જેને જૈનેની પારિભાષિક ભાષામાં સમ્યક્ત્વ કહેવામાં આવે છે, અનંતાનુબંધી નામની કષાયની પહેલી ચેકડી સમ્યકત્વને આવવા નથી દેતી, આ પહેલી ચેકડીનું પરાક્રમ છે.
જ્યારે જીવાજીવાદિ તત્ત્વની શ્રદ્ધા થાય, શુદ્ધ મન્તવ્ય પ્રાપ્ત થાય, ત્યારે માનવું કે અનંતાનુબંધી ચેકડી તમે ઓળંગી. એ ચિકડીનું ઉલંઘન થાય એટલે આ આત્મા અપ્રત્યાખ્યાનીય બીજી ચેકડીમાં પ્રવે, અહીં જિનમાર્ગની શુદ્ધ માન્યતા સાંપડે, અહીં એક વાત ખ્યાલમાં રાખજો કે આ વાત વકીલ તરીકેની નથી. જિનેશ્વરદેવે આ રીતે જીવાજીવાદિ તર કહ્યાં છે, શાસ્ત્રકારના વકીલ તરીકે આ કથન નથી, પણ જોખમદારી અને જવાબદારીના સ્વીકારપૂર્વકનું આ કથન છે.
દુનિયાદારીની કોર્ટમાં કેસને અંગે જોખમદાર કે જવાબદાર વકીલ કે અસીલ?, કહો કે અસીલ. હુકમનામાને માલિક પણ અસીલ, અને દંડ કે સજાને ભેકતા પણ અસીલ, વકીલને કોઈએ લેવા દેવા નથી. અહીં પણ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, અને મોક્ષ તેના પ્રકારો સાથે બોલી જવામાં આવે, પણ આત્માને તેની અસર ન થાય, તે તે બોલવું વકીલ તરીકે છે, પણ કમને આવવાનાં કારણો સમજાય, તેની ભયંકરતાને ખ્યાલ આવે ત્યારે માનવું કે એ માન્યતા અસીલ તરીકેની છે. બોલનારની આથી હું કિંમત ઘટાડું છું એમ ન માનતા. પણ આત્માને આશ્રવના ભયંકરપણને ખ્યાલ આવવો જોઈએ, એ તમને કહેવા ઈચ્છું છું. મિથ્યાત્વ-ઇદ્રિય-વિષયે-કષાયે-અગ્રત તથા ગદ્વારા કર્મનું વળગણ વળગે છે. એ સમજાય, એની ભયંકર સ્થિતિ ખ્યાલમાં આવે, ત્યારે શ્રદ્ધા સમ્યકત્વની પ્રાપ્તિ મનાય. કથન, નિરૂપણ અને શ્રદ્ધા વચ્ચે ફરક.
કથન, નિરૂપણ અને શ્રદ્ધા આ ત્રણમાં શું ફરક છે તે ખ્યાલમાં લેવા જેવું છે. કથન-નિરૂપણ તે અભવ્ય પણ કરે. પરંતુ પૂજાવાની ઈચ્છાએ, મનાવાના મનોરથે કીર્તિની કામનાઓ, દેવલેક કે રાજા