________________
श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः अनन्तलब्धिनिधानाय श्चीगौतमगणधराय नम: પર્વ મહિમા દર્શન
પ્રવચનકાર આગમેદારક. પૂઆ. ભ. શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન सामायिकावश्यकपोषधानि, देवार्चनस्नात्रविलेपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि, भव्याश्चतुर्मासिकमण्डनानि ॥१॥
ચેમાસાની વિશિષ્ટતા ધર્માદિવર્ગોની સ્પષ્ટતા
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન વિજયલક્રમીસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીના ઉપકારાર્થે ઉપદેશપ્રાસાદ નામના ગ્રન્થની રચના કરતાં શ્રાવકધર્મને જણાવી ગયા છે. તેમાં આપણે એ માત્માનું તે સૂચન જોઈ ગયા કે આ જગતમાં જ અનેક પ્રકારની ઈચ્છા-ધારણા-રૂચિ કે મને રવાના છે. યદ્યપિ જગતમાં દરેક જીવની ઈરછા ભિન્નભિન્ન હોવાથી તમામ જીવોની ઇચ્છા, ધારણા, રૂચિ, મનોરથ જુદા જુદા હોય છે. તથાપિ જેમ રંગના દેખાવને અંગે અનેક પ્રકારના રંગ છતાં, તેનું વર્ગીકરણ કરીને જગતે કહ્યું કે રંગ પાંચ પ્રકારના છે, તેમ આ ભિન્નભિન્ન ઈચ્છાઆદિન પણ વગીકરણથી ચાર વર્ગ બને છે. ચાર વર્ગમાં તમામ પ્રકારની ઈચ્છા, ધારણા વગેરેનો સમાવેશ થઈ જાય છે. એ ચારવર્ગનાં નામ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઈચ્છાઓ ગમે તેટલા પ્રકારે ભિન્ન હોય છતાં તે તમામ ઈરછાએ આ ચાર વર્ગમાં સમાઈ જાય છે. કેટલીક ઈચ્છાઓ ધર્મવર્ગમાં, કેટલીક ઈચ્છાઓ અર્થ વર્ગમાં, કેટલીક ઈચ્છાઓ કામવર્ગમાં, અને કેટલીક ઈરછાઓ મેક્ષવર્ગમાં સમાઈ જાય છે.
અહીં પ્રશ્ન થશે કે પુરૂષથી કરાતા છતાં આ ચારને પુરુષાર્થ નહિ કહેતાં શાસ્ત્રકાર, વર્ગ' શબ્દથી કેમ ઓળખાવ્યા? કલિકાલસર્વજ્ઞ,