________________
પર્વ મહિમા દર્શન ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રમાં “તુશftો . (યોજ કો ૨૧)' કહી, આ ચારને પુરુષાર્થ તરીકે નહિ પણ વર્ગ તરીકે ગણાવે છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવાન શ્રીમાન ડરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ધર્માદિ ચારને તે ચાર પ્રયત્નથી થનારા છે. એટલા પૂરતા જ પુરુષાર્થ તરીકે માને છે, છતાં અહીં વર્ગમાં ગણવે છે, કારણ તેમાં એ છે કે તે ચારેને સાધ્ય તરીકે તેઓ માનતા નથી.
જ્યાં સુધી વિવેકની ખામી હોય, માયાજાળનું બંધન હોય, આમતત્વ ઓળખ્યું ન હોય, કર્મની કે મેહની પ્રબળતા હોય ત્યાં સુધી અર્થ તથા કામ સાધ્ય લાગે છે, પરંતુ તાત્વિક દષ્ટિ ધરનાર આમાં માટે તે હંમેશ માટે ઈચ્છવા લાયક નથી, છોડવા લાયક છે, તેથી તે શાસ્ત્રકાર મહારાજાએ એ “વા પરિણામો જેમાં રસથાનો દુગો વેરમvi” (. . ) એવા શબ્દો જણાવી યોજનાપૂર્વક મહાવ્રત રાખ્યા છે. પરિગ્રહ અને મૈથુનથી વિરમવાનું હોય.
અર્થ, કામ વર્તમાનમાં ભલે ઈષ્ટ લાગે છે તો પણ તેનું પરિણામ અનિષ્ટ હોવાથી વિરમવાનું કહ્યું છે. વિવેકીઓ માટે અર્થ” કામ સંસર્ગ કરવા લાયક જ નથી. અમુક કર્મોદયે કે પુણ્યદયે અર્થકામની પ્રાપ્તિ થાય, ભોગવટો સાંપડે અને ઈષ્ટ લાગે, કિન્ત વિવેકી આત્મા માટે તે તે ઉપાદેય નથી. કારણકે તેનું પરિણામ આતિક છે. પરિગ્રહ વિરમણથી અર્થને તથા મેહુણાઓ વિરમણ એટલે પરિગ્રહ અને મૈથુનથી વિરમવાનું કહ્યું છે. પરિગ્રહ અને કાસને અનર્થકર કહ્યો. જેનાથી વિરમવું તે આત્માથી પર છે, અને તેવાથી વિરમવું તે આત્માને સ્વભાવ છે. કષાયની ચેકડીના પરાકમ
અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણય, પ્રત્યાખ્યાન વરણીય તથા સંજ્વલન એ રીતે ચાર કષાયની ચેકડીઓ માનવામાં આવી છે. શાસ્ત્રકારે શું આ ચેકડી મનસ્વીપણે કહી? નહિ ! ખ્યાલ કરવામાં આવે તે સ્વરૂપ સમજાય તેમ છે.