________________
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ પાડામાં તેમણે ચૌદ ચાતુર્માસ ગાળ્યાં હતાં, મગધને સમ્રાટ શ્રેણિક ભંભાસાર–બિંબિસાર તેમને ભક્ત બન્યા હતા. એ રીતે જેનધમને અનન્ય ઉપાસક મનાતે હતો. એની રાજરાણીઓએ અને રાજકુમારોએ ભગવાન મહાવીર પાસે દીક્ષા સ્વીકારી આત્મકલ્યાણ સાધી જૈનધર્મના પ્રચારમાં સુંદર ફાળો આપે હતે.
આવી જ રીતે રાજગૃહીનગરમાં શ્રીગૌતમબુદ્ધ પણ ઘણી વાર પધારી બોદ્ધધર્મને ઘણે પ્રચાર કર્યો હતો. બોદ્ધધર્મના વિહારે ત્યાં વિપુલ સંખ્યામાં હતા. મગધગજ બિંબિસાર એક વાર બૌદ્ધધર્મ તરફ આકર્ષાયે હતું, કિન્તુ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને અનાથી મુનિ વગેરે જેને શ્રમના પરિચય પછી તે એ જૈનધર્મનો દઢ ઉપાસક-પરમહંત થયો હતો, મગધરાજ શ્રેણિકમાં જૈનધર્મની અનેકાન્તવાદની દષ્ટિને બહુ જ સુંદર વિકાસ થયે હતે. આથી જ એની છત્રછાયામાં જેનધમ સિવાચના કઈ પણ ધર્મ કે મત ઉપર કે તેના પ્રચાર ઉપર કોઈ પણ જાતને અવરોધ કે દબાણ ન હતું. જૈનધર્મ રાજધર્મ થવા છતાંય ભૌદ્ધધર્મ અને વૈદિક ધર્મના ધર્મગુરુઓ તેમજ અજિતકેશક અલી, ગેશા વગેરે નવીન ધર્માચાર્યો સવમત-સ્વધર્મને સ્વતંત્ર રીતે વિના રોકટોક પ્રચાર કરી રહ્યા હતા. રાજગૃહી તે વખતે અનેક ધર્મના ધર્માચાર્યોનું કેન્દ્ર બન્યું હતું. અનેક વિદ્યાઓ, કલા અને વિજ્ઞાનના આ વિશિષ્ટ ધામમાં શાલિભદ્ર, ધને, કયાવન્નો, મમ્મણશેઠ અને ઋષભદત્ત જેવા ધનકુબેરે પણ વસતા અને પિતાની લક્ષમીથી રાજગૃહીને શોભાવી રહ્યા હતા. રાજગૃહી તે વખતે ભારતમાં શ્રી અને ધીનું મહાન ધામ હતું. રાજગૃહીમાં અનેક શાહ સોદાગરો દેશપરદેશથી આવતા હતા. તેઓ પોતાને માલ વેચી, રાજગૃહીમાંથી નવો માલ ખરીદી એ માલ હિંદ અને હિંદની બહાર લઈ જતા. અહીં ‘કુત્રિકાપણ” હતી. દુનિયામાં મળતી કઈ પણ ચીજ એ દુકાનેથી મળી શકતી હતી. દૂરદૂરના પંડિતરત્નો પણ અહીં આવી પિતાની બુદ્ધિ પ્રતિભાને ચમકાવતા અને પિતાને જ્ઞાનનિધિ અહીં ખુલ્લો મૂકતા, વાદવિવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org