________________
૧૩૨
જૈન પરંપરાને ઈતિહાસ | પ્રકરણ અધ્યયન આદિ જે જે કાંઈ યાદ હતાં તે સર્વ એકઠાં કરી અગિચાર અંગ સ્થાપિત કર્યા.
ઈતિહાસના પરિશીલનથી અને અનુભવથી એમ સમજાય છે કે, મટી રાજ્યક્રાંતિ, સૈનિકની આપખુદી, જળાશયોને વિનાશ, ખેતીનો અભાવ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મહામારી, કોલેરા, અનાજની તંગી અને પાણીની ખેંચ ઈત્યાદિ નિમિત્તો એકઠાં થવાથી લાગલાગટ દસ-બાર વર્ષ નબળાં પસાર થાય છે. ત્યારે કે તે કાળને “બાર દુકાળી” તરીકે ઓળખાવે છે. જેમાં જનતા મહારોગ, કષ્ટ, અને ભૂખમરાના સંક્રાંતિ કાળમાંથી પસાર થાય છે. વીર નિર્વાણ સંવત ૧૫૫ ની આસપાસમાં નંદના સામ્રાજ્યનો પલટો થવાથી ભયંકર બાર દુકાળી પડી હતી. પટણા અને પંજાબની વચ્ચેના પ્રદેશમાં તે ભયંકર આફતના ઓળા ઊતર્યા હતા. આ સમયે જૈન શમણે ભારતના પૂર્વ અને ઈશાન ખૂણા તરફ ચાલ્યા ગયા. ત્યાં રાજકાંતિની અસર થોડી હતી, મેટી નદીઓને લીધે દુકાળની અસર પણ ત્યાં નહીં જેવી હતી. પરંતુ મુનિઓના આમ વિખરાઈ જવાથી પઠન પાઠન તે તદ્દન બંધ જ થઈ ગયાં હતાં. બાર બાર વર્ષને ગાળે, જેમાં ઘણા જ્ઞાનીઓ તે સ્વર્ગે પધારી ગયા હતા, અને જેઓ વિદ્યમાન હતા તેમનું જ્ઞાન પણ શીર્ણવિશીર્ણ થઈ ગયું હતું. પરિણામે કંઠસ્થ જિનાગમના જ્ઞાનને મોટો ધક્કો લાગે. ૧૨ વર્ષે ગયા પછી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વીર સં. ૧૬૦ લગભગમાં શ્રીશ્રમણસશે આ૦ શ્રીધૂલિસૂરિની અધ્યક્ષતામાં પાટલીપુત્રમાં એકત્ર થઈ, જેને જે યાદ હતું તેનું સંકલન કરી ૧૧ અગેને સ્થાપિત કર્યા. ૧૨ મા અંગને વ્યવસ્થિત કરવા માટે વિચાર ચા, કિન્તુ અહીં આવેલ મુનિઓમાં ૧૨ મા અંગના પૂર્ણ અભ્યાસી કેઈ ન હતા. આ સમયે ૧૨ મા અંગના સંપૂર્ણ જાણનાર માત્ર આ૦ ભદ્રબાહુવામી હતા. પણ તેઓ દૂર હોવાથી આ પરિષદ્દમાં આવી શક્યા નહોતા. એટલે બારમા અંગ માટે દરેક મુનિઓની દષ્ટિ આ૦ ભદ્રબાહસ્વામી ઉપર પડી.
શ્રીસંઘે તેમને બોલાવવા બે મુનિઓને નેપાળમાં મોકલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org