________________
એકત્રીસમું] આઇ યોદેવસૂરિ
૪૯૧ (૭) ગુર્નાવલી વગેરે પાઠેના સમાધાનનું ઉપર પ્રમાણે જ જાણવું.
આ પ્રમાણે ઉપરના પ્રમાણેને ખુલાસો કરી શકાય છે. - આ તે ઉપરના પાઠોનું સમાધાન થયું. હવે આ. હરિભદ્રસૂરિ વિ. સં. ૭૮૫ લગભગમાં સ્વર્ગે ગયા છે, જેના પ્રમાણપાઠી નીચે મુજબ છે
(૧) બૌદ્ધાચાર્ય ધર્મકાતિ, શિવાચાર્ય ભર્તુહરિ, તથા કુમારિલ ભટ્ટ વગેરે વિક્રમની આઠમી સદીના વિદ્વાને છે. આ હરિભદ્રસૂરિએ પિતાના ગ્રંથમાં તેઓને તથા તેઓના ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. એટલે સ્પષ્ટ છે કે, આ. હરિભદ્રસૂરિ તેમની પછી થયા છે.
(૨) આ. જિનભદ્રગણુએ વિ. સં. ૬૬૬માં ચે. શુ. ૧૫ના વિશેષાવશ્યકભાષ્ય રચ્યું છે.(જુઓઃ પૃ.૧૯૪) તેની અંદર ધ્યાનશતક બનાવેલ છે. આ. હરિભદ્રસૂરિએ તેની ટીકા કરી છે. એટલે નક્કી છે કે આ. હરિભદ્રસૂરિ સં. ૬૬૬ પછી થયા છે.
(૩) આ જિનદાસગણિ મહત્તરે વિ. સં. ૭૩૩ની આસપાસમાં ચૂર્ણિઓ રચી છે. (જુઓ: પૃ. ૪૬૬) આ હરિભદ્રસૂરિએ તેમની ચૂર્ણિઓના આધારે ‘આવશ્યકનિર્યુક્તિ-ટીકા, નંદીસૂત્ર ટીકા વગેરે બનાવેલ છે. વળી, પિતે “મહાનિશીથસૂત્રને આદર્શ તૈયાર કર્યો તે આ. જિનદાસગણીને વંચાવ્યું હતું. કહેવાની જરૂર નથી કે આચાર્યશ્રી તેમની પછી થયા છે.
(૫) આ. ગુણનિધાનની પાટે આ. હર્ષનિધાનસૂરિ “રત્નસંચયમાં અવતરણગાથા આપે છે
पणपन्नबारससए, हरिभद्दसूरी आसीऽपूज्यकई। तेरससय वीसअहिए, वरिसेहिं बप्पट्टिपहू ॥२८२॥ .
મેટા કવિ, મોટા ગ્રંથકાર આ. હરિભદ્રસૂરિ વીર સં. ૧૨૫પમાં થયા, આ. બપ્પભટ્ટિ વીર સં. ૧૩૨૦માં થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org