________________
૫૧૫
બત્રીશમું]
આ પ્રદ્યુમ્નસૂરિ તીર્થના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. દેવસેનગણિના શિષ્ય આ. પૃથ્વીચંદ્ર કલ્પસૂત્રનું ટિપણ બનાવ્યું છે.
(૩) આ. સમુદ્રષસૂરિ–આ. મુનિરત્ન તેમની પરંપરા આ રીતે આપે છે –
(૧૦) આ. ચંદ્રપ્રભજે ચંદ્રગચ્છના સમર્થ આચાર્ય હતા.
(૧)આ ધર્માષ--જે વ્યાકરણના પારગામી ન્યાયનિષ્ણાત, સૂત્રાર્થના સમર્થ વ્યાખ્યાતા અને અપૂર્વ બુદ્ધિવાળા હતા. ગૂર્જરેશ્વર રાજા સિદ્ધરાજે તેની ઘણું જ પ્રશંસા કરી હતી. તે સૂરિજીએ ૨૦ શિષ્યને સૂરિપદ આપ્યું અને તેમનાથી ધર્મઘોષગચ્છ નીકળે. આચાયે પિતાના ગચ્છની રક્ષા માટે અને પિતાના સાધુઓ શિથિલ ન થાય તે માટે ૧૬ શ્રાવકેની એક સમિતિ બનાવી હતી.
(૧૧) આ. સમુદ્રસૂરિ—તે આ. ધર્મઘોષસૂરિના મુખ્ય પટ્ટધર છે, જેની માળવાના પંડિતમાં ગણના થતી હતી જે અનેકના વિદ્યાગુરુ છે. જેણે ધારાને રાજા નરવર્મદેવ, ગોભદ્રને રાજા, ગૂજરસમ્રાટ સિદ્ધરાજ વગેરેની રાજસભાને પિતાના પાંડિત્યથી રંજિત કરી હતી તેમની પાટે ત્રણ આચાર્યો થયા છે.
(૧) આ. સુરપ્રભસૂરિ–તે મહાકવિ હતા, પંડિત હતા અને માળવામાં વિશેષ પ્રસિદ્ધ હતા. તેમની પાટે ૩ આચાર્યો થયા છે, (૧) આ. જિનેશ્વરસૂરિ (૨) મુનિરત્નસૂરિ–જે સમર્થ આચાર્ય છે. (૩) આ. તિલકચંદ્રસૂરિ
(૧૨) આ. મુનિરત્નસૂરિ–જે વ્યાકરણ, છંદ, નિરુક્ત, સાહિત્ય, ન્યાય, સિદ્ધાંત અને તિષના પારગામી હતા. તેમણે આ. સુરપ્રભની પાટે આ. જિનેશ્વરને તથા પિતાની પાટે આ. જિનસિંહસૂરિને સ્થાપ્યા હતા. વારાહીનગરીમાં રાજા સિદ્ધરાજને ભંડારી શ્રીમાલી યશોધવલ હતું. તેને જગદેવ નામે પુત્ર હતો. આ. હેમચંદ્રસૂરિએ તેની કવિતાથી પ્રસન્ન થઈ તેનું બીજું નામ બાલકવિ રાખ્યું હતું, જે સમય જતાં ધર્મઘોષગચ્છની શ્રમણપાસક સમિતિને વડે બન્યું હતું. જેને આ. મુનિરત્નસૂરિ પ્રત્યે
:
-
:
,
,
,
,
, , ,
'
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org