________________
ત્રીશ] આ વિમલચંદ્રસૂરિ
૫૮૯ પદ આપી ચંદ્રસૂરિ એવું નામ રાખી પિતાની પાટે સ્થાપિત કર્યા. આ ચંદ્રસૂરિ પણ ગુરુ જેવા જ તેજસ્વી થયા. ' (૩૭) યશેદેવસૂરિ–તેમણે વિ. સં. ૧૧૭૬માં “પિંડવિશુદ્ધિ” પ્રકરણની વૃત્તિ બનાવી જેનું વડગચ્છના કૃતહેમનિષ પૂજ્ય આ૦ મુનિચંદ્રસૂરિએ સંશોધન કર્યું હતું અને તેના આધારે જ વિ. સં. ૧૨૯૫માં ચંદ્રગચ્છના આ૦ શ્રીપ્રભસૂરિ શિષ્ય આચાર્ય માણિક્યપ્રભસૂરિ શિષ્ય આ ઉદયસિંહે પિંડવિશુદ્ધિદીપિકા બનાવી છે.
(૩૮) પાWદેવગણિ –તેઓ મોટે ભાગે દ્વિજપા દેવગણિ તરીકે વિખ્યાત છે. તેમણે “ઉપસર્ગ સ્તુત્રવૃત્તિ, પદ્માવત્યષ્ટક, અને સં. ૧૨૦૩માં તેની વૃત્તિ” બનાવેલ છે.
જૈન રાજાઓ રાજા અલ્લટરાજ
ચિતેડની ગાદીએ ખુમાણ (ત્રીજા) પછી ભતૃભટ (બીજો) રાજા થયે. તેની રાણી મહાલક્ષ્મી રાઠોડ વંશની કન્યા હતી. મહાલક્ષમી રાણીએ અલટરાજને જન્મ આપ્યો, જેનાં અલ, અલ્લુ, આલુ, અલ્લટ અને રાવળ વગેરે નામે છે, ચિતોડના શિશદીઆ રાજાઓમાં બાપા રાવળ અને શક્તિકુમારના વચલા ગાળામાં અલ્લટ એ પ્રતિભાશાળી રાજા થયે છે. “ટોડ રાજસ્થાનમાં તેને સંવત ૨૨ આપે છે અને શિલાલેખોમાં તેને સંવત ૧૦૧૦ મળે છે. એટલે કે વિ. સં. ૯૨૨ થી ૧૦૧૦ તેને સત્તાસમય છે. તેણે ચિતેડની ગાદી સારી રીતે દીપાવી હતી. સીમાડાના સજાઓ સાથે તેને મીઠે સંબંધ હતે. આહડ પાસેને પ્રદેશ મેવાડનું સૌંદર્ય ધામ છે. રાજા અલ્લટ વિ. સં. ૧૦૦૮ થી તે આહડમાં જ વધુ રહેતું હતું, તેથી આહડને પાટનગર તરીકે ફરીવાર લાભ મળ્યો અને રાજા અલ્લટરાજના વંશજે આહડીઆ એવા નામથી પણ વિખ્યાત થયા. સંભવ છે કે મુંજરાજે આહડ પર હલે કર્યો ત્યાર પછી તેના વંશજોએ ચિતેડને કાયમી પાટનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org