________________
૫૯૬
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ શ્રાવસ્તીનો જેમ રાજવંશ
શ્રાવસ્તી એ પ્રાચીન મેટી નગરી અને તીર્થભૂમિ છે. અહીં ભગવાન સંભવનાથને ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એ ચાર પુણ્યપ્રસંગે બન્યા છે, પાંચસે ચેરેના પ્રતિબોધક સ્વયંસંબુદ્ધ કપિલ મહર્ષિ અહીં થયા છે અને સિદ્ધિ પામ્યા છે, પ્રતિભાધારી રાજકુમાર ભદ્ર અણગારને રાજપુરુષ તરફથી ઉપસર્ગ થતાં અહીં તેમનાં કેવળજ્ઞાન અને મેક્ષ થયાં છે, આ અજિતસેનના શિષ્ય ક્ષુલ્લક મુનિને નાટકમાં એક સૂક્તથી અહીં જ પ્રતિબધ થયે હતે, અંધકાચાર્ય પણ અહીં થયા છે, ભગવાન શ્રી મહાવીરસ્વામીએ અહીં એક માસું કરેલ છે, ભગવાન કુÉય ઉદ્યાનમાં અને કેશકુમાર સિંદુક ઉદ્યાનમાં સમેસર્યા હતા ત્યારે ગણધર કેશીકુમાર અને ગણધર ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીને સંવાદ, શંકાનિરસન અને એકમેળ અહીં થયાં છે, ભગવાન મહાવીરના શ્રાવકે શંખપુષ્કલી અને ટૂંક કુંભાર અહીંના વતની હતા, ભગવાનને શિષ્ય જમાલી નિદ્ભવ બની અહીં આવ્યું ત્યારે ટંક શ્રાવકે ભગવાનની પુત્રી સાથ્વી પ્રિયદર્શનને ઓઢવાનાં કપડાંને એક ભાગ સળગાવી પ્રતિબંધ પમાડી ભગવાનના માર્ગે વાળી હતી, અને તેણીની પાછળ બીજી સાધ્વીઓ અને સાધુઓ પણ સન્માર્ગે આવ્યા હતા. આ રિતે શ્રાવસ્તી અનેક ઐતિહાસિક ઘટનાઓનું સંગમ સ્થાન છે.
વિક્રમની પાંચમી સદીનું શ્રાવસ્તીનું વર્ણન મળે છે કેઅહીં પ્રસેનજિત રાજા છે, અહીં જેને સાથે શાસ્ત્રાર્થ થયે છે, શાસ્ત્રાર્થના સ્થાને ઊંચે બુદ્ધવિહાર છે. તેની પાસે નાનકડું જેનદેરાસર છે, તેની ઉપર બુદ્ધવિહારની છાયા પડે છે એટલે તે
છાયાગત” નામથી ઓળખાય છે. પૂજારી આવી તેની રોજ પૂજા કરે છે. વળી, મધ્યદેશમાં ૯૬ પાખંડે ફેલાય છે, જે આલેકને માને છે, પરલેકને માને છે તેના સાધુઓ ભિક્ષા લે છે. યતિઓ ધર્મશાળામાં ઊતરે છે. તેઓની ધર્મશાળાઓ માર્ગમાં હોય છે, ત્યાં આવનાર મુસાફરોને ખાવાનું પણ આપવામાં આવે છે વગેરે.
(ચિનાઈ ભિક્ષુક ફાહિયાનનું ભારત પ્રવાસનું વર્ણન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org